Pakistan Crisis: પાકિસ્તાન આ સમયે પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, દેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે. લોકોને ખાવાના ફાંફા છે અને સંકટ સતત વધી રહ્યું છે. મોંઘવારી આકાશ આંબી રહી છે, અને બીજી તરફ પાકિસ્તાનમાં લક્ઝરી કાર ઈમ્પોર્ટ કરવાનું રોકવામાં આવી રહ્યું નથી.
Pakistan Economic Crisis: પાકિસ્તાન હાલ પોતાની ખરાબ આર્થિક હાલતમાંથી પસાર થઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે અને આર્થિક સંકટ પણ સતત વધી રહ્યું છે. મોંઘવારી આકાશ આંબી રહી છે પરંતુ આમ છતાં અહીં લોકોના પેટની નહીં પરંતુ નવાબી છૂટતી નથી. એક રિપોર્ટ મુજબ આર્થિક સંકટમાં ડૂબેલા પાકિસ્તાને હાલમાં જ 2000 કરતા વધારે લક્ઝરી કારની આયાતની મંજૂરી આપી છે. જ્યારે બંદરો પર આયાત થનારી જરુરી વસ્તુઓ અટકી પડી છે.
પાકિસ્તાનમાં વર્તમાન આર્થિક સ્થિતિ ઘણી જ નબળી થઈ રહી છે, જેના કારણે તમામ આયાત પર રોક લગાવી દેવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા દુનિયા પાસે મદદ માગવામાં આવી રહી છે. દેવું કરવાની તમામ કોશિશો ચાલુ છે. પાકિસ્તાનમાં દેવું આવે તે માટે અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (International Monetary Fund)ની ટીમ રાત પેકેજ માટે વાત કરવા માટે મુલાકાત લેવાની છે.
બંદરો પર અટક્યો છે જરુર સામાન
ડૉન અખબારના રિપોર્ટ મુજબ પાકિસ્તાને 2022ના જુલાઈથી ડિસેમ્બર દરમિયાન 164 લક્ઝરી ઈલેક્ટ્રીક વાહનોની આયાત કરી હતી. જૂની લક્ઝરી કારની આયાતમાં પણ ઉછાળો આવ્યો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાને પાછલા 6 મહિનામાં 1990 વાહનોની આયાત કરી છે. પાકિસ્તાનના સિનિયર કસ્ટમ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે મોટાભાગની આયાત જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન થઈ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં ઓછી સખ્યામાં કાર આયાત કરાઈ છે. બીજી તરફ બંદરો પર ગ્રાહકોના અને ઔદ્યોગિત સામાનના 5000 કરતા વધારે કન્ટેનર સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
પાકિસ્તાન પાસે હવે બહુ ઓછું ફંડ બચ્યું છે
પાકિસ્તાનનું વિદેશ ભંડોળ પડીને 3.7 અબજ ડૉલર થઈ ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી નીચેનું સ્તર છે. દેશ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. 2022માં વિનાશકારી પૂર આવ્યા પછી ઉર્જાની અછત સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન પાસે બચેલું ફંડ માત્ર થોડા અઠવાડિયા માટેની આયાત માટે પૂરતું છે. જો જરુરી પગલા ભરવામાં ના આવ્યા તો દેશમાં ભારે સંકટની સ્થિતિ બની જશે. સંકટમાંથી ઉગરવા માટે પાકિસ્તાનની સ્ટેટ બેંકે આ મહિનાની શરુઆતમાં ખાદ્ય અને સ્વાસ્થ્ય જરુરિયાતોને છોડીને તમામ આયાત માટે ખાસ પત્ર જારી કરીને ઈનકાર કરી દીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર