OMG! લગ્નમાં વર-વધૂને ગિફ્ટમાં મળી 100 કિલો મિઠાઈ અને અનેક ટન માછલી, જાણો શું છે મામલો

લગ્નમાં વર-વધૂને ગિફ્ટમાં મળી 100 કિલો મિઠાઈ અને અનેક ટન માછલી

બધાની નજર આ બિઝનેસમેનની પુત્રીના લગ્ન પર હતી, તેમણે ગિફ્ટમાં આટલું જ નહીં, 10 ઘેટાં, 50 ફાઇટર મુર્ગા સહિત બીજો પણ અનેક સામાનનો સમાવેશ છે.

  • Share this:
    હૈદરાબાદ : પૂર્વ ગોદાવરી જિલ્લામાં લગ્નના બંધનમાં બંધાયેલા બે પરિવારોની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. બંને પરિવારોએ ઈમાનદારી અને આદરથી લગ્ન દરમિયાન એકબીજાને ગિફ્ટો વહેંચી હતી. આ ગિફ્ટ વિશે લોકોમાં પણ ઉત્સુકતા અને ઉત્સાહ છે, લોકો જાણવા માંગે છે કે, પરિવારે શું ભેટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગોદાવરી જિલ્લો તેના આદર, પ્રામાણિકતા અને સદ્ગુણની રજૂઆત માટે જાણીતો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વરરાજાના પિતાએ પોતાની પુત્રવધૂને લગભગ 100 કિલો મીઠાઈ અને 20 જાતની અન્ય વસ્તુઓ ભેટમાં આપી છે. તો, કન્યાના પિતા પણ પાછળ નથી રહ્યા, તેમણે પણ તેમના જમાઈને અનેક સામાન અને ગિફ્ટ સાથે વિવિધ પ્રકારની અનેક ટન માછલીઓ ભેટમાં આપી છે.

    બંને પરિવારોનું આ વહેવાર સોશિયલ મીડિયા અને અન્ય મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરિવારોની ગિફ્ટના ફોટા અને તેના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. બે ગોદાવરી જિલ્લાઓમાં અને તેલુગુ રાજ્યોમાં પણ આ પરિવારો વિશે સમાચારોમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ગોદાવરી જિલ્લાઓ એ વાત સામાન્ય છે કે અહીંના લોકો પ્રામાણિક છે અને તેઓ અખંડ વિશ્વાસમાં માને છે. તેઓ ઉત્સાહપૂર્વક ઉજવણી, તહેવારો અને લગ્નોમાં ભાગ લે છે અને એકબીજા માટે પ્રેમ દર્શાવવા માટે અનેક ભેટ સોગાદ આપે છે.

    આ બંને પરિવારોના નજીકના સંબંધીઓમાં પણ ઉત્સુકતા હતી કે, લગ્ન સમયે કન્યા અને વરરાજાને ભેટ તરીકે શું મળવાનું છે. જો કે નવદંપતીઓને ભેટ આપવી સામાન્ય વાત છે, પરંતુ અહીં તેમને ખુબ પૈસા અને સોનાની ભેટ આપવામાં આવે છે. વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરાઓ મુજબ, સામાન્ય છે કે સમાજના લોકો પૂછે છે કે કન્યાને કેટલું સોનું અને મિલકત આપવામાં આવી હતી, અથવા વરરાજાને કેટલી ભેટ મળી છે. વર તરફથી મળેલી ભેટો અને કન્યાને આપવામાં આવેલી ખાસ ભેટ પર ખુબ ધ્યાન આપવામાં આવે છે. અહીં કન્યાને સન્માન આપવા માટે લગ્ન બાદનો પહેલો તહેવાર વિશેષ હોય છે. જેમાં શ્રાવણ, અષાઢ અને સંક્રાંતિને લઈ પરિવારોમાં ખાસ ઉત્સાહ અને ઉલ્લાસ હોય છે.

    ગદરડા ગામમાં ગિફ્ટ જોઈને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા

    પૂર્વ ગોદાવરી જિલ્લાના કોરુકોંડા મંડળના ગદરડા ગામની ખુબ ચર્ચા થઈ રહી છે. અહીંના ઉદ્યોગપતિ બથુલા બલરામકૃષ્ણએ મે મહિનામાં યાનામના થોટા રાજુના પુત્ર પવન કુમાર સાથે તેમની પુત્રી પ્રત્યુષાના ધામધૂમથી લગ્ન કર્યા. બલરામકૃષ્ણ જ્યારે દીકરીને તેડવા માટે જમાઈના ગામમાં આવ્યા ત્યારે તેમણે ગિફ્ટથી ભરેલી ટ્રક સોંપી. જેમાં 100 કિલો મીઠાઈ, અનેક પ્રકારની માછલીઓ, ઘણા પ્રકારના ફળો અને શાકભાજી, તે પણ ટનના વજનમાં, આટલું જ નહીં, 10 ઘેટાં, 50 ફાઇટર મુર્ગા સહિત બીજો પણ અનેક સામાનનો સમાવેશ છે.

    આ પણ વાંચોઅમદાવાદ : 'હોટલમાં જઇએ, મારી સાથે સંબંધ રાખીશ તો તારે બાળક થશે', અને...

    ત્યારબાદ, પવિત્ર શ્રાવણ મહિનામાં, બાથુલા પરિવારે પણ 20 પ્રકારની મીઠાઈઓ સાથે જરૂરી વસ્તુઓ, ફળો અને શાકભાજી, ઘણી પ્રકારની સાડીઓ અને કપડાં ભેટ આપ્યા છે. હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, આવનારી સંક્રાંતિ પર આ બંને પરિવારો એકબીજાને શું ભેટ આપશે.
    Published by:kiran mehta
    First published: