Home /News /national-international /

Omicron કાળ બનીને આવ્યો, Genome Sequencingના રિપોર્ટમાં મોટો ખુલાસો...

Omicron કાળ બનીને આવ્યો, Genome Sequencingના રિપોર્ટમાં મોટો ખુલાસો...

પ્રતિકાત્મક તસવીર

કોવિડ (Covid-19)થી મૃત્યુ પામેલા દર્દીઓના કુલ 310 નમૂના જીનોમ સિક્વન્સિંગ (Genome Sequencing) માટે મોકલવામાં આવ્યા હતા. આમાંથી 98ના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 90 દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતા

    દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)માં લાંબા સમયથી કોરોના (Coronavirus) સંક્રમણને કારણે સમસ્યા યથાવત છે. ગયા જાન્યુઆરીમાં કોરોના સિવાય નવા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ના પણ ઘણા કેસ જોવા મળ્યા હતા. શુક્રવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક મળી હતી. આ દરમિયાન અધિકારીઓ દ્વારા જાન્યુઆરીમાં કોવિડના કારણે થયેલા મૃત્યુ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

    આ મુજબ કોવિડ (Covid-19)થી મૃત્યુ પામેલા દર્દીઓના કુલ 310 નમૂના જીનોમ સિક્વન્સિંગ (Genome Sequencing) માટે મોકલવામાં આવ્યા હતા. આમાંથી 98ના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 90 દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતા. એટલે કે જાન્યુઆરીમાં 92 ટકા મૃત્યુ ઓમિક્રોનની ચપેટમાં હતા. આ દરમિયાન ડેલ્ટા વેરિઅન્ટનુ સેમ્પલ પણ મળી આવ્યુ હતું.

    ઓમિક્રોનથી કોરોનાના કેસમાં વધારો થયો

    છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. ખાસ કરીને દિલ્હીમાં આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા હતા. સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો જાન્યુઆરીમાં દિલ્હીમાં 750 થી વધુ લોકોના મોત થયા હતા. તેમાંથી ઓમિક્રોનના આંકડામાં ઉછાળો જોવા મળ્યો છે. ખરેખર આ વેરિઅન્ટ કોરોના કરતા વધુ ઝડપથી ફેલાય છે.

    આ પણ વાંચો- રાજ્યમાં ફરીથી સ્કૂલો ધમધમશે, સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે

    આંકડા શું કહે છે

    -જાન્યુઆરીમાં જીનોમ સિક્વન્સિંગ માટે 3597 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
    - 2833 નમૂનામાં ઓમિક્રોન વેરિઅન્ટ.
    - તેમાંથી 14 ટકા ડેલ્ટ વેરિઅન્ટ ધરાવે છે.
    - બાકીના 7 ટકામાં અન્ય પ્રકારો વેરિઅન્ટ છે.

    આ પણ વાંચો- Assembly Elections 2022: રાહુલ ગાંધીને ભારતીય સૈનિકોની વીરતા પર નહીં પણ ચીન પર વિશ્વાસ, રાજનાથ સિંહનો પ્રહાર

    દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે

    દેશના અન્ય ભાગોમાં ગત દિવસોમાં શરૂ થયેલા આંશિક લોકડાઉનમાં હવે છૂટછાટ મળી રહી છે. ત્યા જ દિલ્હીમાં પણ લોકોને રાહત આપવામાં આવી રહી છે. શુક્રવારના કોવિડના આંકડામાં થયેલા ઘટાડાને જોતા 7 ફેબ્રુઆરીથી 9 થી 12ના બાળકો માટે ફરીથી શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પણ ફરી ખુલશે. સાથે જ જીમ પણ ફરી ખુલી રહ્યા છે. પરંતુ બીજી તરફ રાત્રિ કર્ફ્યુ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    તમને જણાવી દઈએ કે DDMA અનુસાર શુક્રવારે કોરોનાના 2272 કેસ નોંધાયા હતા અને 20 લોકોના મોત થયા હતા. ત્યાં જ રાજધાનીમાં કુલ કેસોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા વધીને 1840919 થઈ ગઈ છે. આ સિવાય જો મૃત્યુ પામેલા દર્દીઓની વાત કરીએ તો આ સંખ્યા વધીને 25952 થઈ ગઈ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Delhi corona cases, Omicron variant, Omicron Variant Spread

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन