Home /News /national-international /CBIએ ભ્રષ્ટાચારના કેસમાં તેના જ સિનીયર અધિકારીની ધરપકડ કરી

CBIએ ભ્રષ્ટાચારના કેસમાં તેના જ સિનીયર અધિકારીની ધરપકડ કરી

સીબીઆઇ ફાઇલ તસવીર

રાકેશ અસ્થાનાએ CBI ડાયરેક્ટર પર લાંચનો આરોપ લગાવ્યો હતો. હવે તેઓ પોતે જ લાંચના આરોપી બન્યા છે

    સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ભ્રષ્ટાચારનાં કેસમાં તેના જ એક સિનીયર અધિકારીની ધરપકડ કરી છે.

    સીબીઆઇએ તેના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી છે. અગત્યની વાત એ છે કે, આ કેસમાં સીબીઆઇનાં સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પણ એક આરોપી છે.

    દેવેન્દ્ર કુમાર માંસની નિકાસ કરતા મોઇન કુરેસી કેસની તપાસ કરતા હતા. તેમના પર એવો આરોપ છે કે, તેમણે સતિશ સાના નામની વ્યક્તિનું નિવેદન ખોટી રીતે લીધુ છે અને તેમા ઘાલમેલ કરી છે. સતિશ સાના પર આ કેસમાં રાહત મેળવવા માટે લાંચ આપ્યાનો આરોપ છે.

    રાકેશ અસ્થાનાની રાહબરી હેઠળ આ કેસની તપાસ ચાલી રહી હતી. આ કેસમાં સતિશ સાનાનું સપ્ટેમ્બર 26 (2018)નાં રોજ નિવેદન લેવામાં આવ્યું હતું. જો કે, સીબીઆઇની તપાસમાં એવુ ખુલ્યુ કે, આ દિવસે સતિશ હૈદરાબાદમાં હતો.

    સતિશ સાનાએ તેના કથિત નિવેદનમાં એવું કહ્યું હતું કે, ગયા વર્ષે તેણે તેલુગુ દેશમ પાર્ટીનાં નેતા સી.એમ. રમેશ સાથે વાત કરી હતી. આ નેતાએ સીબીઆઇનાં ડાયરેક્ટર સાથે વાત કરી હતી અને એવો ભરોસો આપ્તો હતો કે, સીબીઆઇ વાળા તેને તપાસ માટે બોલાવશે નહીં.

    સતિશે એવું નિવેદન આપ્યું કે, જુન મહિના પછી સીબીઆઇએ તેને તપાસ માટે બોલાવ્યો નહીં એટલે તેને એવું લાગ્યું કે, તપાસ પુરી થઇ ગઇ છે.

    સીબીઆઇએ એવો આરોપ કર્યો છે કે, દેવેન્દ્ર કુમારે સતિશ સાનાનું નિવેદન ઉપજાવી કાઢ્યુ હતુ અને સીબીઆઈનાં ડાયરેક્ટ આલોક વર્મા સામે પાયા વિહોણા આરોપ કરવા માટે આ કાવત્રુ ઘડ્યું હતું. સીબીઆઇએ એવું પણ કહ્યું કે, આ કેસમાં રાકેશ અસ્થાના સહિત એ તપાસ ટીમનાં સભ્યોની પણ તપાસ થશે.



    સીબીઆઇનાં સિનીયર અધિકારી સામે લાંચનો કેસ દાખલ કરવામાં આવ્યો હોય એ મોટી ઘટના મનાય છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરનાં આઇપીએસ અધિકારી છે. રાકેશ અસ્થાનાએ સેન્ટ્રલ વિજીલન્સ કમીશનને એક પત્ર લખીને સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેમણે સતિશ શનાને આ કેસમાં રાહત આપવા માટે 2 કરોડનીં લાંચ લીધી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Alok Verma, આઇપીએસ ઓફિસર, સીબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन