Delhi Reopen School:દિલ્હી સરકારની મોટી જાહેરાત, 1 નવેમ્બરથી તમામ વર્ગો માટે સ્કૂલો ખુલશે

દિલ્હી શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયા

delhi news: સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) કહ્યું કે શાળા ખોલવાનો નિર્ણય (School Reopen) ડીડીએમએની (DDMA) બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સાથે છઠ પૂજાના (chhath puja) આયોજનની પણ મંજૂરી આપવામાં આવી છે.

  • Share this:
    નવી દિલ્હીઃ દિલ્હી સરકારે (delhi government) રાજધાનીમાં 1 નવેમ્બરથી તમામ વર્ગો માટે કેટલીક શરતો સાથે ખાનગી અને સરકારી શાળાઓ (private and government school) ખોલવાનો નિર્ણય લીધો છે. આ પ્રસંગે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) કહ્યું કે આ સમય દરમિયાન કોઈ પણ શાળા બાળકોને વર્ગમાં જવા માટે દબાણ કરી શકશે નહીં. શાળાઓ એ સુનિશ્ચિત કરશે કે અભ્યાસ ઓફલાઈન અને ઓનલાઈન ચાલે.

    દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે 1 નવેમ્બરથી દિલ્હીની તમામ શાળાઓને ખોલવાની મંજૂરી આવી છે. નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે કોઈ પણ વાલીઓએ તેમના બાળકોને શાળાએ મોકલવા દબાણ ન કરવું જોઈએ. તમામ શાળાઓએ ખાતરી કરવી પડશે કે વર્ગોમાં 50% ક્ષમતાની મહત્તમ હાજરી હોય.



    સિસોદિયાએ કહ્યું કે શાળા ખોલવાનો નિર્ણય ડીડીએમએની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સાથે છઠ પૂજાના આયોજનની પણ મંજૂરી આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શાળાના સ્ટાફે 100% રસી લીધેલી હોવી જોઈએ. માહિતી અનુસાર, 98% સ્ટાફે ઓછામાં ઓછો 1 ડોઝ લીધો છે.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું, પરિવારમાં આક્રંદ

    સિસોદિયાએ કહ્યું કે આ વખતે છઠ પૂજા દિલ્હીમાં થશે. દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે છઠ પૂજા દિલ્હીમાં થશે. પરંતુ તેના માટે નિયમો કડક હશે. તેનું આયોજન અમુક નિશ્ચિત સ્થળોએ જ કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ 'પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા, કંઈ અજુકતું થાય એ પહેલા મદદ કરો', યુવતીનો video viral

    જણાવી દઈએ કે ડીડીએમએ દિલ્હીમાં ધોરણ 9થી 12 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને 1 સપ્ટેમ્બરથી વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી હતી. જ્યારે નર્સરીથી ધોરણ 8 સુધીની શાળાઓ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે, વર્ગમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ માટે માતાપિતાની સંમતિ જરૂરી છે. સાથે જ ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખવામાં આવ્યા છે.
    Published by:ankit patel
    First published: