કોલસા કૌભાંડમાં ત્રણ પૂર્વ IAS અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા

News18 Gujarati
Updated: December 5, 2018, 3:42 PM IST
કોલસા કૌભાંડમાં ત્રણ પૂર્વ IAS અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા
પ્રતિકાત્મક તસવીર

આ કેસમાં પશ્ચિમ બંગાળમાં આવેલા કોલસાની ખાણોની ખાનગી કંપનીઓને કરવામાં આવેલી ફાળવણી દરમિયાન થયેલી ગેરરીતિ સંદર્ભે હતો. સી.બી.આઇએ સપ્ટેમ્બર 2012માં ફરિયાદ દાખલ કરી હતી.

  • Share this:
દિલ્હીની કોર્ટે ત્રણ પૂર્વ ઇન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ (IAS)ઓફિસરોને કોલસા કૌભાંડમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. જેમાં પૂર્વ કોલ સેક્રેટરી એચ.સી ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. યુ.પી.એ સરકાર દરમિયાન કોલસાની ખાણોની ફાળવણીનું કૌભાંડ બહાર આવ્યું હતું.

અન્ય બે આઇ.એ.એસ અધિકારી કે.કે. ક્રોપ્ચા અને કે.સી સમરીયાને પણ ત્રણ વર્ષ જેલની સજા સંભળવવામાં આવી છે.  વિશેષ ન્યાયાધીશ ભરત પ્રસારે આ સજા સંભળાવી હતી. અન્ય આરોપીઓમાં વિકાસ પટની, આનંદ મલ્લિકને પણ ચાર વર્ષની સજા ફટકારી છે. વિકાસ પટની વિકાસ મેટલ્સ અને પાવર લિ.નો મેનેજિંગ ડિરેક્ટર હતો. ન્યાયાધીશે કંપનીને એક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો.

કોલસા કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશ (CBI)ને સોંપવામાં આવી હતી. સી.બી.આઇએ આરોપીઓ માટે વધુમાં વધુ સાત વર્ષની સજાની માંગણી કરી હતી અને આ કેસમાં સંડોવાયેલી કંપનીઓને સખત દંડની પણ માંગણી કરી હતી.

જે આરોપસર ધરપકડ કરવામાં આવી હતી તેમાં ઓછામાં ઓછા એક વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની સજાની જોગવાઇ છે.
આ પહેલા 30 નવેમ્બરનાં રોજ કોર્ટે ત્રણેય IAS અધિકારીઓને દોષિત ઠેરવ્યા હતા.

આ કેસમાં પશ્ચિમ બંગાળમાં આવેલા કોલસાની ખાણોની ખાનગી કંપનીઓને કરવામાં આવેલી ફાળવણી દરમિયાન થયેલી ગેરરીતિ સંદર્ભે હતો. જેમાં કંપનીનાં માણસો અને અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.સી.બી.આઇએ સપ્ટેમ્બર 2012માં ફરિયાદ દાખલ કરી હતી.
First published: December 5, 2018, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading