2019 ચૂંટણી પહેલા નીતીશ કુમારને સૌથી મોટો ફાયદો, પ્રશાંત કિશોર JDUમાં જોડાયા

News18 Gujarati
Updated: September 16, 2018, 4:58 PM IST
2019 ચૂંટણી પહેલા નીતીશ કુમારને સૌથી મોટો ફાયદો, પ્રશાંત કિશોર JDUમાં જોડાયા
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે રવિવારે તમામ અટકળોનો અંત લાવતા પ્રશાંત કિશોરે જનતા દળ યુનાઈટેડ (JDU)નો હાથ પક્ડયો છે.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે રવિવારે તમામ અટકળોનો અંત લાવતા પ્રશાંત કિશોરે જનતા દળ યુનાઈટેડ (JDU)નો હાથ પક્ડયો છે.

  • Share this:
મારિયા શકીલ

વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યા બાદ નીતીશ કુમાર વર્ષ 2015માં સત્તા જીતનરામ માંઝીને સોંપી દીધી હતી. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી માટે સફળ કેમ્પેન કરી ચૂકેલા પ્રશાંત કિશોર એક નવી તકવની શોધમાં હતા, બંને વચ્ચે મુલાકાત થઇ અને હવે ભારતીય રાજનીતિમાં એક નવો અધ્યાય લખવા તરફ વધી રહ્યો છે. નીતીશે એ વાતનો સંકેત આપ્યો છે કે પ્રશાંત તેમના રાજનીતિક ઉત્તરાધિકારી હશે જેની સાથે લોહીનો સંબંધ નથી.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે રવિવારે તમામ અટકળોનો અંત લાવતા પ્રશાંત કિશોરે જનતા દળ યુનાઈટેડ (JDU)નો હાથ પક્ડયો છે. આજે થનારી કાર્યકારિણીની બેઠક બિહારના CM નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. આ પહેલાં પ્રશાંત કિશોરે ટ્વીટ કરી રાજકીય પાર્ટીમાં જોડાવવાના સંકેત આપ્યાં હતા. ત્યારે JDUના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. પ્રશાંતે આ માટે ઈચ્છા વ્યક્ત કરી છે, જો તેઓ પાર્ટીમાં આવે છે તો તેમનું સ્વાગત છે.

ભારતમાં ઉત્તરાધિકારી બનવાની લડાઇ ખુબ જ કડવી અને લોહીયાણ હોય છે, આવી જ લડાઇ ઉત્તર પ્રદેશ જોઇ ચૂક્યું છે, જ્યારે મુલાયમ સિંહ યાદવે પાર્ટીને કમાન પુત્ર અખિલેશ યાદવને સોંપી, જ્યારે સંગઠનની અસલ શક્તિ ભાઇ શિવપાલ સિંહ યાદવને દરકિનાર કરી દીધા હતા.

આગામી લોકસભા ચૂંટણીની રણનીતિક તૈયારીઓને લઈને પટના જેડીયૂ કાર્યકારિણીની બેઠક મળી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર JDUમાં સામેલ થયા છે. થોડાં દિવસો પહેલાં જ પ્રશાંત કિશોરે રાજકારણમાં આવવાની શક્યતાને ફગાવતાં કહ્યું હતું કે હાલ તો તેનો આવો કોઈ જ ઈરાદો નથી. જો કે તેઓએ એમ પણ કહ્યું હતું કે, 2019માં કોઈપણ પાર્ટી માટે તેવી રીતે જ પ્રચાર કરતાં નજરે પડશે જેવી રીતે તેઓ છેલ્લાં 4-5 વર્ષથી કરી રહ્યાં છે.

પ્રશાંત કિશોરની કારકિર્દીપ્રશાંત કિશોર તે સમયે ચર્ચામાં આવ્યાં હતા જ્યારે 2014ની ચૂંટણી પ્રચારમાં ભાજપના પ્રચારને તેઓએ મોદી લહેરમાં બદલાવી દીધો હતો. પ્રશાંત કિશોરે 2014માં ભાજપ, 2015માં બિહારમાં મહાગઠબંધન અને 2017માં ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કરી ચુક્યાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રશાંત કિશોરના મતભેદના સમાચાર આવ્યાં હતા જે બાદ તેઓએ 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન (RJD+JDU+કોંગ્રેસ)ના પ્રચારની કમાન સંભાળી હતી. જેમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેઓએ ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનું કમાન સંભાળ્યું હતું. માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરની રણનીતિ કોઈપણ પાર્ટીની ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરે છે.
First published: September 16, 2018
વધુ વાંચો
अगली ख़बर