લ્યો બોલો! નવમા ધોરણની બે છોકરીઓ સ્કૂલમાં દારૂ પીતા પકડાઇ

જ્યારે શિક્ષક ક્લાસરૂમમાં ભણાવતા હતા ત્યારે તે બંને દારૂ પીતી હતી.

જ્યારે શિક્ષક ક્લાસરૂમમાં ભણાવતા હતા ત્યારે તે બંને દારૂ પીતી હતી.

 • Share this:
  આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી બે છોકરીએ શાળાનાં વર્ગખંડમાં દારૂ પીતા પકડાઇ ગઇ હતી.

  આ ઘટના સામે આવ્યા બાદ, શાળા તંત્ર દ્વારા આ બે છોકરીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવી છે, આ ઘટના સરકારી શાળામાં બની હતી.

  આધારભૂત સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ, બે છોકરીઓ શાળામાં શોફ્ટ ડ્રિક્સ અને દારૂ લઇને આવી હતી અને જ્યારે શિક્ષક ક્લાસરૂમમાં ભણાવતા હતા ત્યારે તે બંને દારૂ પીતી હતી.

  જો કે, દારૂ પીધા પછીનું તેમનુ વર્તન અને દારૂની ગંધ આવી જતા આસપાસનાં વિદ્યાર્થીઓને ખબર પડી હતી.

  આ શાળાનાં હેડમાસ્ટર બટ્ટુ સુરેશ કુમારે જણાવ્યું કે, આ પહેલો કિસ્સો નથી કે જ્યારે છોકરીઓ દારૂ પીતા પકડાઇ હોય. આ બંને છોકરીઓનાં પિતા પણ દારૂ પીવાની ટેવ ધરાવે છે. આ છોકરીઓ ઘરે પણ દારૂ પીવે છે અને હવે તે દારૂનાં રવાડે ચડી ગઇ છે”.

  શાળાનાં સત્તાધીશોએ જણાવ્યું કે, આ બંને છોકરીઓની દારૂ પીવાની ટેવને કારણે અન્ય છોકરીઓ પર પણ પડી શકે છે અને એટલા માટે જ તેમને શાળામાંથી હાંકી કાઢવામાં આવી છે.

  જો કે, કર્મશીલોએ જણાવ્યું કે, શાળાનાં સત્તાધીશોએ આ બાળકીઓને કાઢી મૂકવાને બદલે કાઉન્સેલીંગ કરવું જોઇતું હતું.
  Published by:Bhoomi Koyani
  First published: