અક્ષય સાથેના ઈન્ટરવ્યૂમાં PM મોદીએ ખોલ્યા રહસ્યો, પહેલી વખત શેર કરી પરિવારની અંગત વાતો

News18 Gujarati
Updated: April 24, 2019, 7:58 AM IST
અક્ષય સાથેના ઈન્ટરવ્યૂમાં PM મોદીએ ખોલ્યા રહસ્યો, પહેલી વખત શેર કરી પરિવારની અંગત વાતો
અક્ષય કુમારે પુછ્યું કે, તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો. અક્ષયે કહ્યું કે, સાત કલાક ઊંઘવું જ જોઈએ કેમ કે, શરીરની જરૂરત છે.

અક્ષય કુમારે પુછ્યું કે, તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો. અક્ષયે કહ્યું કે, સાત કલાક ઊંઘવું જ જોઈએ કેમ કે, શરીરની જરૂરત છે.

  • Share this:
સામાન્ય રીતે રાજનીતિ અને દેશની વાતો કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે પોતાના દિલની વાતો કરી છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પોતાની અંગત વાતો શેર કરી છે. પ્રધાનમંત્રીને જ્યારે અક્ષયે તેમના પરિવાર સાથે જોડાયેલા પ્રશ્નો કર્યા તો તેમણે કહ્યું કે, મારી માતા કહે છે કે, મારી પર સમય કેમ ખરાબ કરે છે. વાત જાણે એમ છે કે, અક્ષય કુમારે પીએમ મોદીને પુછ્યું કે, અમને બધાને પરિવાર સાથે રહેવાનું પસંદ છે. તમે કેવી રીતે પરિવારથી દૂર રહી શકો છો?

ઈન્ટરવ્યૂ દરમ્યાન અક્ષય કુમારે પીએમ મોદીને પુછ્યું હતું કે, જેવી રીતે હું મારી માતા સાથે રહું છુ, તમને નથી લાગતું કે, તમારી માતા, તમારા ભાઈ અને પરિવારના લોકો તમારી સાથે રહે. આ પ્રશ્ન પર પીએમ મોદીએ જવાબ આપ્યો કે, હું મારી જિંદગીની નાની ઉંમરમાં જ બધુ છોડી ચુક્યો છું. મારી માતા તો મને કહે છે કે, મારી પર કેમ સમય બરબાદ કરે છે. આ રીતે એક અન્ય પ્રશ્નમાં અક્ષય કુમારે પીએમ મોદી પાસે તેમની ઓછી ઊંઘનું રહસ્ય જાણવાની કોશિસ કરી.

અક્ષય કુમારે પુછ્યું કે, તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો. અક્ષયે કહ્યું કે, સાત કલાક ઊંઘવું જ જોઈએ કેમ કે, શરીરની જરૂરત છે. આ પ્રશ્ન પર મોદીએ કહ્યું કે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મને પહેલી વખત મળવા આવ્યા હતા, તે પણ આ વાતથી પરેશાન હતા. તેમણે કહ્યું હતું કે, મોદીજી તમે આવું કેમ કરો છો. તેમણે કહ્યું કે, અમે બંને સારા મિત્ર છીએ અને તે જ્યારે પણ મળે છે તો પુછે છે કે, તમે મારી વાત માનો છો કે નહીં.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ પુરૂ ઈન્ટરવ્યૂ બુધવારે સવારે 9 કલાકે ન્યૂઝ એજન્સી એએનઆઈ પર જાહેર કરવામાં આવશે.
First published: April 23, 2019, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading