સરકારી સ્કૂલનો પટાવાળો ફિજિક્સમાં MSc, શિક્ષકો ન હોય ત્યારે વિદ્યાર્થીઓને ભણાવે છે!

News18 Gujarati
Updated: February 29, 2020, 10:28 AM IST
સરકારી સ્કૂલનો પટાવાળો ફિજિક્સમાં MSc, શિક્ષકો ન હોય ત્યારે વિદ્યાર્થીઓને ભણાવે છે!
પ્રતિકાત્મક તસવીર

અંબાલાની સ્કૂલનો પટાવાળો કમલ એમએસસી છે પરંતુ સરકારી નિયમ પ્રમાણે તે વિદ્યાર્થીઓને ભણાવી શકે નહીં.

  • Share this:
અંબાલા : હરિયાણા (Haryana)ના અંબાલા (Ambala) સ્થિત મજરી (Majri)માં સરકારી સીનિયર સેકન્ડરી સ્કૂલનો પટાવાળી કમલસિંહ એક સાથે બે કામ કરે છે. એક તો સ્કૂલમાં તે પટાવાળીની ફરજ નિભાવ છે, સાથે જ તે ધોરણ-9ના વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણાવે છે. આનું કારણે એવું છે કે 400 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત 19 શિક્ષકો છે. જેમાંથી ગણિત વિષયનો ક્વોલિફાઇડ શિક્ષક ફક્ત એક જ છે. એકલા ગણિતના શિક્ષક પર અઠવાડિયામાં 54 ક્લાસ લેવા તેમજ ચૂંટણી ફરજ સાથે અન્ય કામ કરવાની જવાબદારી છે.

આ મામલે ડેપ્યુટી ડીઈઓ સુધીર કાલરાએ કહ્યું કે, "કમલ ફિજિક્સમાં એમએસસી છે. ગણિતના શિક્ષક પાસે કામનું ભારણ વધારે થઈ ગયું હતું. તે પ્રિન્સિપાલ પાસે ગયો હતો અને ગણિતનો ક્લાસ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મેં સાંભળ્યું કે તેણે ખૂબ સારી રીતે બાળકોને ભણાવ્યા હતા. બાળકોને પણ તેની ભણાવવાની પદ્ધતિ ખૂબ પસંદ પડી હતી. જ્યારે ગણિતના શિક્ષક પરત આવ્યા ત્યારે કમલે તેમની સમક્ષ અઠવાડિયામાં 17-18 ક્લાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી."

કમલ એમએસસી હોવા છતાં તે વિદ્યાર્થીઓને ભણાવવા માટે અયોગ્ય છે. સરકારી માપદંડ પ્રમાણે ધોરણ-9 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોઈ શિક્ષક પાસે સંબંધીત વિષયમાં એમએની ડિગ્રી હોવી જરૂરી છે.

જ્યારે નાયબ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, "આપણે સકારાત્મક પક્ષને જોવો જોઈએ. તે પોતાના કર્તવ્યથી કંઈક વિશેષ કરી રહ્યો છે. તે સ્કૂલનો ઘંટ વગાડે છે, કર્મચારીઓને પાણી આપે છે અને પછી વિદ્યાર્થીઓને ભણાવે પણ છે. તેની પાસે એક જવાબદાર શિક્ષકના ગુણ છે." અંગ્રેજી વર્તમાનપત્ર હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે કમલે આ મામલે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

જોકે, હરિયાણામાં રોજગારીની સ્થિત અંગે પૂછવામાં આવતા રાજ્યના શિક્ષણ મંત્રી કંવર પાલ ગુર્જરે કહ્યું કે, "અમે એક શિક્ષિત વ્યક્તિને પટાવાળાની નોકરી માટે અરજી કરતા ન રોકી શકીએ. પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું કે ગ્રુપ-ડીમાં નોકરી કરતા લોકોમાં ફક્ત 10-12% જ ઉચ્ચ શિક્ષિત યુવા છે. જોકે, સરકારની આ એક સિદ્ધિ છે, કારણ કે જે લોકોને આવા પદો પર પસંદ કરવામાં આવ્યા, તેમાંથી અનેક લોકોએ પછીથી ઉચ્ચ પદ માટે અરજી કરી હતી."
First published: February 29, 2020, 10:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading