બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાના જુઓ ભૂંડા હાલ, સાઇકલ ઉપર લઇ જવી પડી લાશ !

આ એટલા માટે બન્યું કે મૃત્યુ પામનારી મહિલાના બનેવીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી લીધા હતા.

  • Share this:


    ઑડિશાની થોડા સમય અગાઉ બનેલી ઘટના તો તમને યાદ હશે જ : જેમાં એમ્બ્યુલન્સના પૈસા ન હોવાથી એક વ્યક્તિએ પોતાની પત્નીની લાશને ખુદ ખભે મૂકીને અગ્નિદાહ માટે જવું પડ્યું હતું.

    ફરી એક વખત ઓડિશામાં લગભગ આ પ્રકારની જ વધુ એક ઘટના સામે આવી છે.

    ઓડિશાના બૌદ્ધ જિલ્લાના એક ગામમાં એક મૃત મહિલાને કાંધ આપવાની આખા ગામે ના પાડી દીધી, કારણ એટલું જ હતું કે આ મૃતક મહિલાના બનેવીએ બીજી જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા ! આખરે આ મહિલાને સાઇકલ ઉપર બાંધીને સ્મશાનમાં લઇ જવી પડી.



    ઓડિશાના કૃષ્ણપલ્લી ગામમાં રહેતા ચતુર્ભુજ બાંકની પહેલી પત્નીથી તેને બાળકો ન થતા તેણે અન્ય જ્ઞાતિની બીજી કન્યા સાથે લગ્ન કર્યા. આ લગ્ન બાદ આખા ગામે તેનો અને તેના પરિવારનો બહિષ્કાર કર્યો. આ ચતુર્ભુજની પત્નીની બહેન એટલે કે તેની સાળીને થોડા દિવસ પૂર્વે ઝાડા-ઉલ્ટી થયા અને બે દિવસની સારવારના અંતે તે બુધવારે મૃત્યુ પામી હતી.



    હોસ્પિટલની એમ્બ્યુલન્સ આ મૃતકની લાશને ચતુર્ભુજનાં ઘર સુધી મૂકી ગઈ પરંતુ ગામલોકોએ સ્મશાન સુધી લઇ જવામાં તેની મદદ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો। ગામલોકોએ તેના અંતિમ સંસ્કારમાં કોઈ મદદ ન કરવાનો નિર્ણય સંભળાવતા આખરે ચતુર્ભુજએ સ્વયં મૃતકની લાશને સાઇકલ ઉપર બાંધીને લઇ જવી પડી અને અંતિમસંસ્કાર કર્યા.



    Published by:Bhoomi Koyani
    First published: