પુલવામા હુમલાને લઈને નરેન્દ્ર મોદી રસકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક આજે સવારે 11 વાગ્યે ગૃહ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંસદની લાઇબ્રેરીમાં યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સરકાર તમામ પાર્ટીઓને જણાવશે કે પુલવામા હુમલા બાદ તેમનું આગામી પગલું શું હશે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી સુરક્ષા મામલાની સમિતિની બેઠક બાદ સર્વપક્ષીય બેઠક બોલવવાનો નિર્ણય લેવાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ હુમલા બાદ લેવાનારા કોઈ પણ પગલા પહેલા વિપક્ષી પાર્ટીઓને પણ વિશ્વાસમાં લેવા માંગે છે.
આ પહેલા આતંકી હુમલા બાદ કોઈ સર્વપક્ષીય બેઠક સપ્ટેમ્બર 2016માં થઈ હતી. આ બેઠક LoC પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇલથી ઠીક પહેલા થઈ હતી. જોકે, ત્યારે આ બેઠકમાં વિપક્ષી પાર્ટીઓના મંતવ્યો નહોતા લેવામાં આવ્યા, પરંતુ તેમને માત્ર આગામી એક્શનની જાણકારી આપવામાં આવી હતી.