Home /News /national-international /

સંઘના નેતા ઇંદ્રેશ કુમારે કહ્યું,' 2025માં પાકિસ્તાન ભારતમાં હશે, કરાંચીમાં ઘર ખરીદી શકીશું'

સંઘના નેતા ઇંદ્રેશ કુમારે કહ્યું,' 2025માં પાકિસ્તાન ભારતમાં હશે, કરાંચીમાં ઘર ખરીદી શકીશું'

સઘના વરિષ્ઠ નેતા ઇંદ્રેશ કુમારની ફાઇલ તસવીર

ઇંદ્રેશ કુમારે જણાવ્યું હતું કે 1947 પહેલાં પાકિસ્તાન નહોતું હિંદુસ્તાન જ હતું હવે 2025 પછી ફરીથી પાકિસ્તાન હિંદુસ્તાન બનશે.

    ન્યૂઝ 18 ગુજરાતી: રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના વરિષ્ઠ નેતા ઇંદ્રેશ કુમારનું મંતવ્ય છે કે પાકિસ્તાન 2025 બાદ ભારતનો હિસ્સો હશે. ' કશ્મરી- આગળનો માર્ગ' વિષય પર યોજાયેલી એક સભામાં તેમણે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે તમે લખી રાખો આગામી 5-7 વર્ષમાં તમે કરાંચી, રાવલપિંડી, સિલાયલકોટમાં મકાન ખરીદશો અને ધંધો પણ કરશો.

    ઇંદ્રેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે ' 1947 પહેલાં પાકિસ્તાન નહોતું. લોકો કહે છે કે 1945 પહેલાં હિંદુસ્તાન જ હતું. 2025 બાદ પાકિસ્તાન હિંદુસ્તાન થવાનું છે. ભારત સરકારે પહેલી વાર કાશ્મીર મુદ્દે સખત લાઇન લીધી છે. કારણ કે સેના રાજકીય ઇચ્છાશક્તિના આધારે કામ કરે છે. તેથી આપણે સપનું જોઈ શકીએ છીએ કે લાહોરમાં જઈને બેસીસું અને માનસરોવર જાવા માટે ચીન પાસે પરવાનગી નહીં માંગવી પડે. ઢાકામાં આપણે સરકાર બનાવી છે. આપણે ભવિષ્યમાં યૂરોપિયન યૂનિયનની જેમ યૂનિયન ઑફ ઇન્ડિયા, અખંડ ભારત બનાવીશું.'

    ઇંદ્રેશ કુમારે કહ્યું હતું કે આપણે ડોકલામમાં એક પણ ગોળી છોડ્યા વગર ચીનને હરાવ્યું તેના કારણે ચીન પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે અને મસૂદ અજહર સહિતના મુદ્દે પાકિસ્તાનની પડખે ઊભું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: RSS, કરાચી, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन