Home /News /national-international /

બેંકોએ ગ્રાહકો પાસે અલગ-અલગ ચાર્જ વસુલીને અધધ કરોડો ભેગા કર્યા...

બેંકોએ ગ્રાહકો પાસે અલગ-અલગ ચાર્જ વસુલીને અધધ કરોડો ભેગા કર્યા...

પ્રતિકાત્મક તસવીર

પંજાબ બેંક અને સિંધ બેંક બે જ બેંકો એવી છે કે, જે ગ્રાહકો પાસેથી મિનિમન બેલેન્સ ન જળવાય તો, ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલ કરતી નથી.

    એક તરફ વિજય માલ્યા અને નિરવ મોદી જેવા માણસો બેંકોનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયા પણ બેંકો તેમની પાસેથી પૈસા વસુલવાને બદલે સામાન્ય નાગરિકોની કમર તોડી રહી છે.

    ભારતીય બેંકોએ છેલ્લા ચાર વર્ષમાં સામાન્ય નાગરિકોનાં બેંક ખાતા પર અલગ અલગ પ્રકારનાં ચાર્જ વસુલ કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા અને કરી રહી છે.
    એક અહેવાલ પ્રમાણે, ભારતીય બેંકોએ છેલ્લા ચાર વર્ષમાં સામાન્ય નાગરિકો પર ચાર્જ વસુલીને રૂપિયા 10,391 કરોડ રૂપિયા ભેગા કર્યા. જેમાં ખાતામાં મિનિમન બેલેન્સ ન જળવાય અથવા અમુકથી વધારે વખત એટીએમમાંથી પૈસા ઉપાડવા બદલ બેંકોએ ચાર્જ વસુલે છે.

    સામાન્ય નાગરિકો પાસેથી બેંકોએ આ રકમ એટલી ભેગી કરી છે કે, વિજય માલ્યા જેટલા રૂપિયાનું ફ્રોડ કર્યુ છે તેનાથી પણ વધી જાય છે.
    બેંક ખાતામાં મિંનિમન બેલેન્સ જાળવવા માટે પ્રાઇવેટ બેંકો સરકારી બેંકે કરતા વધારે ચાર્જ વસુલે છે.  આ બધી રસપ્રદ માહિતી નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવી હતી.

    એટીએમનાં માન્યતા કરતા વધારે ટ્રાન્ઝેક્શન કરવાનાં ચાર્જ રૂપે બેંકોએ ગ્રાહકો પાસેથી 4,144 કરોડ રૂપિયા ભેગા કર્યા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ બેંક અને સિંધ બેંક બે જ બેંકો એવી છે કે, જે ગ્રાહકો પાસેથી મિનિમન બેલેન્સ ન જળવાય તો, ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલ કરતી નથી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Atm transaction, Banks

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन