Home /News /national-international /ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલને નવર્સ કહ્યા, તો પાંચ વર્ષ પહેલા PM મોદી માટે કહી હતી આ વાત

ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલને નવર્સ કહ્યા, તો પાંચ વર્ષ પહેલા PM મોદી માટે કહી હતી આ વાત

Barack Obama On Modi : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાત કરતા કહ્યું કે એક ગરીબ બાળકથી વડાપ્રધાન બનાવાની તેમની સ્ટોરી વિકસિત ભારતની ગતિશીલતા, ક્ષમતાને જોશને જણાવે છે.

Barack Obama On Modi : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાત કરતા કહ્યું કે એક ગરીબ બાળકથી વડાપ્રધાન બનાવાની તેમની સ્ટોરી વિકસિત ભારતની ગતિશીલતા, ક્ષમતાને જોશને જણાવે છે.

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obma)એ તેમની ઓટોબાયોગ્રાફી અ પ્રોમિસ્ડ લેન્ડ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે તેમાં ઓબામાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિષે વાત કરી છે. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને નર્વસ કહ્યા છે. ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે 2017માં ભારતના પ્રવાસે આવ્યા હતા. તેવામાં લોકો હવે 5 વર્ષ પહેલા ટાઇમ્સ મેગેજીનમાં ઓબામાને લખેલા તે લેખને યાદ કરી રહ્યા છે જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોદી ભારતના રિફોર્મર ઇન ચીફ છે.

    ઓબામાનો આ લેખ દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટ નિકળવા પર લખવામાં આવ્યા હતો. ઓબામાએ લખ્યું હતું કે મોદી નાનપણમાં પોતાના પરિવારનું ગુજરાત ચલાવવા માટે ચા વેચતામાં પિતાની મદદ કરતા હતા. આજે તે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના લીડર છે. એક ગરીબ બાળકથી વડાપ્રધાન બનવાની આ સફર ઉભરતા ભારતની ગતિશીલતા, ઉત્સાહ અને ક્ષમતાઓને દર્શાવે છે.

    ઓબામાએ આગળ લખ્યું કે મોદી ભારતને આગળ લઇ જવા માટે દઢ સંકલ્પ છે. મોદી ગરીબી ઓછી કરવા, શિક્ષાને વધારવા અને મહિલા તથા યુવતીઓના સશક્તિકરણ માટે છે. તે ભારતને આધુનિકતા અને પરંપરાની સાથે લઇને ચાલી રહ્યા છે. ભારતીય નાગરિકોથી તે ટ્વિટર સાથે જોડાય છે. અને તે ડિજિટલ ઇન્ડિયાનું સપનું જુએ છે.

    ઓબામા આ સિવાય લખ્યું છે કે વોશિંગટનમાં તે અને નરેન્દ્ર મોદી ડૉક્ટર માર્ટિન લૂથર કિંગ જૂનિયરના સ્મારક પર ગયા હતા. અમે ગાંધી અને કિંગની શિક્ષાને યાદ કરી હતી અને કેવી રીતે વિવિધતા એક તાકત છે જેની આપણે રક્ષા કરવી જોઇએ તે મામલે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે આ પૂરી દુનિયા માટે એક પ્રેરણાદાયક મોડલ બની શકે છે.

    તમને જણાવી દઇએ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા (Barack Obama)એ પોતાના નવા પુસ્તકમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh)નો ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ પોતાની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ (A promised Land)માં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નર્વસ અને ઓછી યોગ્યતાવાળા ગણાવ્યા છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો તેઓએ ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેમનામાં એક પ્રકારની અગાધ નિષ્ઠા છે.
    First published: