લોકો સાથેના ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
Imran Khan: પાકિસ્તાનના તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની ધરપકડ કરવા મામલે વિવાદ સર્જાયો છે. લાહોરમાં તેને લઈને ઠેર-ઠેર ઇમરાનના સમર્થકોએ વિરોધ કર્યો છે. તો કેટલાક વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે.
લાહોરઃ પાકિસ્તાનના તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે ઇસ્લામાબાદ પોલીસે મંગળવારે લાહોરમાં આવેલા તેમના ઘરે પહોંચી હતી. ત્યારે ઇમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તેમાં પોલીસકર્મીઓ સહિત કેટલાય લોકો ઘાયલ થયા છે. જેને લઈને લાહોરના તમામ દવાખાનાઓમાં ઇમર્જન્સી લગાવવામાં આવી છે.
ઇમરાનના ઘરમાં ટીયર ગેસના સેલ છોડ્યાં
ઇમરાન ખાનના ઘરમાં મોટા પ્રમાણમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા ચે. ત્યારે લાહોરમાં જમાં પાર્ક વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ઇમરાન ખાનનું ઘર આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા. ત્યાં પીટીઆઈના ચીફની ધરપકડ કરવા આવેલી પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.
They’re shelling Imran Khan’s house too, a leader who requested everyone to stay peaceful and patient. Democracy seems to be suspended in the country, no? #زمان_پارک_پہنچوpic.twitter.com/nBuen0MYQc
પાકિસ્તાન તહરીક ઇન્સાફ પાર્ટીના વરિષ્ઠ નેતા શેખ રશીદે પાર્ટી પ્રમુખની ધરપકડને લઈને ચેતાવણી આપતા કહ્યુ હતુ કે, જો ઇમરાન ખાનને કંઈ થયું તો દેશમાં ગૃહ યુદ્ધ થશે.
શાહબાઝ શરીફે શું કહ્યું?
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઇમરાન ખાન સામે કોર્ટમાં વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અમારી સરકારે તેમની સામે કોઈ કેસ દાખલ નથી કર્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર