કાશ્મીર મુદ્દે બધેથી જાકારો મળ્યા બાદ પાકિસ્તાને હવે જર્મનીને કરી આજીજી

ઈમરાન ખાને જર્મનીની ચાન્સલર સામે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો તો મળ્યો આવો જવાબ

ઈમરાન ખાને જર્મનીની ચાન્સલર સામે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો તો મળ્યો આવો જવાબ

 • Share this:
  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે જર્મનીની ચાન્સલર એન્જેલા મર્કેલ સાથે કાશ્મીર મુદ્દે પર ફાન પર વાતચીત કરી. વાતચીત દરમિયાન ઈમરાન ખાને કહ્યું કે ભારત તરફથી જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરતાં ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા પર પ્રભાવ પડશે. તેથી આંતરરાષ્ટ્રીય સમુદાયની તાત્કાલીક કાર્યવાહીની જવાબદારી છે. વિદેશ મંત્રાલય મુજબ, મર્કેલે કહ્યું કે જર્મની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તેઓએ તણાવ ઓછો કરવા અને મુદ્દાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવાની મહત્વતા પર ભાર મૂક્યો.

  ભારતે પોતાનું વલણ દુનિયા સમક્ષ સ્પષ્ટ કરી દીધું છે

  ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ જણાવી દીધું છે કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવો તેનો આંતરિક મામલો છે. સાથમાં ભારતે પાકિસ્તાનને વાસ્તવિક્તાનો સ્વીકાર કરવાની પણ સલાહ આપી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ માલદીવના પોતાના સમકક્ષ અબ્દુલ્લા શાહિદને કાશ્મીર મુદ્દે જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે કુરૈશીએ માલદીવથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે તથા વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન માટે રચનાત્મક ભૂમિકા નિભાવવાની વિનંતી કરી.

  આ પણ વાંચો, FATFએ માન્યું કે પાક. હજુ પણ આતંકીઓને ફંડિંગ કરી રહ્યું છે, કર્યુ બ્લેકલિસ્ટ

  માલદીવે કાશ્મીરને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો

  શાહિદે કુરૈશીને કહ્યું કે માલદીવ માને છે કે ભારતય બંધારણના આર્ટિકલ 370ના સંબંધમાં ભારતનો નિર્ણય તેમનો આંતરિક મામલો છે. માલેમાં માલદીવના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે શાહિદે ટેલીફોન કોલ માટે કુરૈશીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે પાકિસ્તાન તથા ભારત, બંને માલદીવના નિકટના મિત્ર છે અને દ્વિપક્ષીય ભાગીદાર છે. શાહિદે દેશોની વચ્ચે મતભેદોને શાંતિપૂર્ણ રીતે મિત્રતાપૂર્ણ માહોલમાં ઉકેલ શોધવાના મહત્વ પર ભાર મૂક્યો. કુરૈશીએ પોતાના જાપાની સમકક્ષ તારો કોનો સાથે પણ ટેલિફોન પર વાતચીત કરી તથા કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી.

  આ પણ વાંચો, પેરિસમાં ગુજરાતી વ્હોરા સમાજે મોદી પર હેત વરસાવ્યું તો ભડક્યું પાકિસ્તાન
  Published by:Mrunal Bhojak
  First published: