Home /News /national-international /

પાકિસ્તાનમાં સત્તા સંભાળ્યા પહેલા ઈમરાન ખાને ભારતને લઈને કહી 5 મોટી વાતો

પાકિસ્તાનમાં સત્તા સંભાળ્યા પહેલા ઈમરાન ખાને ભારતને લઈને કહી 5 મોટી વાતો

    નવી દિલ્હી: પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાને સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને મળેલી શાનદાર જીત પછી દેશના નામે પ્રથમ સંબોધન આપ્યું. પોતાના સંબોધનમાં તેમને એક નવા પાકિસ્તાનના નિર્માણ કરવાની વાત કરી. કહ્યું કે, ભારત સાથે સંબંધ સુધારવા માટે તૈયાર છે. આવો પાંચ પોઈન્ટમાં જાણીએ કે ઈમરાન ખાને ભારતને લઈને શું કહ્યું છે.

    ભારત સાથે દોસ્તી માટે તૈયાર
    ટીવી પર પોતાના સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું, "જો ભારત વિવાદ ઉકેલવા માટે તૈયાર છે તો અમે પણ બે પગલા વધારવા માટે તૈયાર ચીએ, પરંતુ તેમને(ભારતને) એક પગલું ભરવું પડશે... એકબીજા પર આરોપ-પ્રત્યારોપ આપણને ક્યાંય લઈને જશે નહી"

    વ્યાપારીક સંબંધોમાં સુધાર આવે
    તેમને કહ્યું કે, આપણે ઈચ્છીએ છીએ કે, ભારત સાથે સંબંધો સારા થાય. બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો સુધરી જાય. પરંતુ પોતાના સંબોધનમાં ઈમરાને તે વાત જ કહી જે અત્યાર સુધી બધા જ રાજકીય નેતાઓ કહેતા આવ્યા છે. ઈમરાને કાશ્મીર મુદ્દાના સમાધાનની વાત તો કરી પરંતુ ત્યાં ભારતીય સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરૂદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીની નિંદા કરી.

    કાશ્મીર મુદ્દા પર વાતચીત
    ઈમરાન ખાને કહ્યું કે, કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા માનવાધિકારોનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાને ભારતને અપીલ કરતાં કહ્યું કે, જો તમે એક કદમ આગળ આવો તો અમે બે પગલા આગળ આવીશું. હું ઈચ્છીશ કે બંને દેશો અને એશિયા માટે જરૂરી છે કે, આપણા મુદ્દા વાતચીતથી ઉકેલાય અને આપણા વચ્ચે દોસ્તી બનેલી રહે.

    બંધ થવા જોઈએ આરોપ-પ્રત્યારોપ
    ઈમરાને ખાને કહ્યું કે, બંને તરફથી દોષ રમત કરવાથી કંઈ જ થશે નહી. કેમ કે તમે સમજો છો કે કાશ્મીરમાં જે થઈ રહ્યું છે કે, પાકિસ્તાન તરફથી થઈ રહ્યું છે, અમે સમજીએ છીએ કે બલૂચિસ્તાનમાં જે થઈ રહ્યું છે તે ભારતના કારણે થઈ રહ્યું છે.

    ભારતીય મીડિયા પર સાંધ્યુ નિશાન
    ખાને સૌથી પહેલા દેશના લોકોને વોટ આપવા માટે ધન્યવાદ કહ્યું. તેમને કહ્યું કે, જે રીતે ભારતીય મીડિયાએ તેમના ચૂંટણી અભિયાનને કવર કર્યો છે, તેનાથી તેઓ નિરાશ છે. તેમને કહ્યું, "મે અવું અનુભવ્યું કે જાણે હું એકલ બોલિવૂડનો વિલન છું."
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Imran Khan, Pakistan Election 2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन