Home /News /national-international /Pakistan News : ઇમરાન ખાનની સોશિયલ મીડિયા ટીમની ધરપકડ, પાકિસ્તાન આર્મી ચીફની કરી રહ્યા હતા ટીકા

Pakistan News : ઇમરાન ખાનની સોશિયલ મીડિયા ટીમની ધરપકડ, પાકિસ્તાન આર્મી ચીફની કરી રહ્યા હતા ટીકા

પાકિસ્તાન આર્મી ચીફની ટીકા કરવા બદલ ઈમરાન ખાનની સોશિયલ મીડિયા ટીમની ધરપકડ

ઈમરાન ખાનને (Imran Khan) 8 એપ્રિલે વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી, તેમની પાર્ટી અને સોશિયલ મીડિયા ટીમ ટ્વિટર પર પાકિસ્તાની સેના વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી હતી.

પાકિસ્તાનમાં (Pakistan) સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પર વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. પીટીઆઈની સોશિયલ મીડિયા ટીમના આઠ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પીટીઆઈની સોશિયલ મીડિયા ટીમે કથિત રીતે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા (Army Chief General Qamar Javed Bajwa) વિરુદ્ધ માનહાનિ અભિયાન શરૂ કર્યું હતું.

પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ મંગળવારે પંજાબ પ્રાંતના વિવિધ ભાગોમાં સોશિયલ મીડિયા પર આર્મી ચીફ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને નિશાન બનાવવાના મામલે ધરપકડ કરી છે. ઈમરાન ખાનને 8 એપ્રિલે વડાપ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી, તેમની પાર્ટી અને સોશિયલ મીડિયા ટીમ ટ્વિટર પર પાકિસ્તાની સેના વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી હતી.

FIA અનુસાર, સેના પ્રમુખ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ સોશિયલ મીડિયા અભિયાનમાં સામેલ 50 શકમંદોની યાદી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી છે. જેમાંથી અત્યાર સુધીમાં 8 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો -New York Firing: ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર ફાયરિંગ, અનેક લોકોના મોત થયાના અહેવાલ, હુમલાખોરે પહેર્યો હતો ગેસ માસ્ક

ઈમરાન ખાનના નજીકના સહયોગી અસદ ઉમરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “PTI સોશિયલ મીડિયા કાર્યકરોની હેરાનગતિને પડકારતી અરજીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તે બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે." આ દરમિયાન પાકિસ્તાન આર્મીના અધિકારીઓની બેઠકમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અભિયાન અંગે ચર્ચા થઈ હતી. આ સાથે સંબંધિત અધિકારીઓને તેના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો -એમેઝોન ડ્રગ્સ કેસ : મધ્ય પ્રદેશ સરકારે આપ્યો આદેશ, હવે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ કરશે તપાસ

ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જનરલ હેડક્વાર્ટર ખાતે 79મી ફોર્મેશન કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં આર્મી કોર્પ્સ કમાન્ડર્સ, ચીફ સ્ટાફ ઓફિસર્સ અને તમામ ફોર્મેશન કમાન્ડરોએ હાજરી આપી હતી.
First published:

Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news, Pakistan PM imran khan

विज्ञापन