Home /News /national-international /ઇમરાન ખાને ફરી વિદેશી ષડયંત્રનો રાગ આલાપ્યો, કહ્યું - બહારી તાકાતો સામે લડીશું આઝાદીની લડાઇ

ઇમરાન ખાને ફરી વિદેશી ષડયંત્રનો રાગ આલાપ્યો, કહ્યું - બહારી તાકાતો સામે લડીશું આઝાદીની લડાઇ

3 વર્ષ 7 મહિના પ્રધાનમંત્રી રહ્યા પછી ઇમરાન ખાને પોતાનું પદ છોડવું પડ્યું

Pakistan Political Crisis : આ પહેલા ઇમરાન ખાને દાવો કર્યો હતો કે તેમની સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે એક વિદેશી ષડયંત્રનું પરિણામ છે

ઇસ્લામાબાદ : સત્તામાંથી બેદખલ થયા પછી પણ ઇમરાન ખાનનો રાજનીતિ સંઘર્ષ (Pakistan Political Crisis)યથાવત્ છે. તેમણે ફરી પોતાની સરકાર (Imran Khan Government)પછાડવા માટે વિદેશી તાકાતોને જવાબદાર ગણાવી છે. પૂર્વ પીએમ ઇમરાન ખાને (Imran Khan)ટ્વિટ કરતા આ ષડયંત્ર સામે એક સંઘર્ષ શરુ કરવાની જાહેરાત કરી છે. રવિવારે ઇમરાન ખાને પાકિસ્તાન-તહરીકે ઇંસાફના સંસદીય બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

ઇમરાન ખાને ટ્વિટ કરતા કહ્યું કે 1947માં પાકિસ્તાન એક સ્વતંત્ર રાજ્ય બન્યું. જોકે સ્વતંત્રતા સંગ્રામ આજે ફરીથી સત્તા પરિવર્તનના એક વિદેશી ષડયંત્ર સાથે શરુ થાય છે. આ હંમેશા તે દેશના લોકો છે જે પોતાની સંપ્રભુતા અને લોકતંત્રની રક્ષા માટે લડ્યા છે.

આ પહેલા ઇમરાન ખાને દાવો કર્યો હતો કે તેમની સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે એક વિદેશી ષડયંત્રનું પરિણામ છે. આ માટે વિદેશોથી મળી રહેલા પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રના નામે પોતાના એક સંબોધનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું હતું કે એક વરિષ્ઠ અમેરિકી રાજનયિકે પાકિસ્તાનમાં શાસન પરિવર્તનની ધમકી આપી હતી.

ઇમરાન ખાનનું ટ્વિટ


જોકે બાઇડેન પ્રશાસને ઇમરાન ખાનના આ આરોપોને ફગાવી દીધા છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ઇમરાન ખાનના દાવામાં કોઇ સચ્ચાઇ નથી.

આ પણ વાંચો - પોતાનો કાર્યકાળ તો પૂર્ણ ન કરી શક્યા, પણ જતા -જતા આ રસપ્રદ ઇતિહાસ બનાવી ગયા ઇમરાન ખાન

પાકિસ્તાનની નવી સરકારમાં કોણ બનશે વિદેશ મંત્રી?

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટોને (bilawal bhutto)નવી સરકારમાં વિદેશ મંત્રી (pakistan foreign minister)બનાવવામાં આવે તેવી સંભાવના છે. જિયો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પદ મહત્વના છે. જ્યારે એ સવાલ પણ મહત્વપૂર્ણ છે કે નવી સરકારમાં વિદેશ મંત્રી કોણ રહેશે? કારણ કે સંયુક્ત વિપક્ષ સતત ઇમરાન ખાન સરકારની ખોટી વિદેશ નીતિ માટે નિશાન બનાવી રહ્યું છે.
" isDesktop="true" id="1197903" >

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનની સરકાર 9 એપ્રિલે પડી ગઈ હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં ઇમરાન સરકારના વિરોધમાં 174 મત પડ્યા હતા. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 342 સીટો છે અને બહુમતનો આંકડો 172 છે. આ રીતે 3 વર્ષ 7 મહિના પ્રધાનમંત્રી રહ્યા પછી ઇમરાન ખાને પોતાનું પદ છોડવું પડ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તામાંથી બહાર થનાર તે પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી છે.
First published:

Tags: Imran Khan, Pakistan news

विज्ञापन