ન્યૂઝ 18 ગુજરાતી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વાર પીએમ મોદીને અપીલ કરી છે કે બંને દેશો વચ્ચેની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે વાતચીત શરૂ કરવામાં આવે. ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને એક પત્ર લખીને જાણ કરી છે કે ભારતે વારંવાર પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હોવા છતાં પાકિસ્તાન અપીલ કરે છે.
વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં ઇમરાન ખાને લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે. ખાને લખ્યું છે કે પાકિસ્તાનની ઇચ્છા છે કે વિવાદિક કાશ્મીરના મુદ્દા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરવા માટે પાકિસ્તાન તૈયાર છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પત્રમાં લખ્યું છે કે બંને દેશોની વચ્ચે વાતચીત એક માત્ર ઉપાય છે. જો સમસ્યાનું સમાધન આવશે તો લોકો ગરીબીમાંથી બહાર આવી શકેશે અને બંને દેશોનો વિકાસ થશે. ખાને લખ્યું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.
પુલવામા હુમલા બાદ અનેક વાર અપીલ કરી
પુલવામા હુમલા બાદ પાકિસ્તાને ભારતને અનેક વાર અપીલ કરી હતી કે બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થાય. લોકસભાની ચૂંટણીનું 23મી મેના રોજ પરિણામ જાહેર થયા બાદ ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા અને 26મી મેના રોજ પણ શાંતિ અને સમૃદ્ધી માટે સાથે કરવાની ઇચ્છા દર્શાવી હતી
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ પૈતાના નવા ભારતીય વિદેશીમંત્રી એસ જયશંકરને શુક્રવારે પત્ર લખી તમામ મહત્વપૂર્ણ મુદ્દે ભારત સાથે વાતચીતની ઇચ્છા દર્શાવવી, જેમાં જણાવ્યું કે શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો માટે પાકિસ્તાન પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદથી પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. હાલમાં જ 13-14 જુને યોજાનારી સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની સંભાવનાને ભારતે નકારી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર