ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (pakistan)પંજાબ વિધાનસભામાં ( Pakistan Punjab Assembly)શનિવારે જબરજસ્ત હંગામો થયો હતો. જિયો ન્યૂઝના મતે ઇમરાન ખાનની (Imran Khan)પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇંસાફના (PTI)સભ્યોએ પંજાબ વિધાનસભાના ડિપ્ટી સ્પીકર દોસ્ત મુહમ્મદ મજારી સાથે કથિત રીતે મારપીટ કરી હતી. તે મુખ્યમંત્રીની ચૂંટણી કરવા માટે બોલાવવામાં આવેલ સત્રની અધ્યક્ષતા કરવા પહોંચ્યા હતા. જિયો ન્યૂઝે જણાવ્યું કે પીટીઆઈના સભ્યોએ મજારી (Deputy Speaker Dost Mohammad Mazari)પર હુમલો કર્યો અને સુરક્ષા ગાર્ડની ઉપસ્થિતિમાં તેમના વાળ ખેંચ્યા હતા. ઘટના પછી દોસ્ત મુહમ્મદ મજારી સદન છોડીને ચાલ્યા ગયા હતા.
લાહોર હાઇકોર્ટના આદેશ પછી પંજાબના નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. મુકાબલો પીએમએલ-એનના હમજા શાહબાઝ અને પીએમએલ-ક્યૂના ચૌધરી પરવેઝ ઇલાહી વચ્ચે થવાનો હતો. પીએમએલ-એનના હમજાને અન્ય દળોનું સમર્થન પ્રાપ્ત છે. જ્યારે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ, પીએમએલ-ક્યૂના ચૌધરી પરવેઝ ઇલાહીને સમર્થન કરી રહી છે. પીટીઆઈના ધારાસભ્ય પોતાની સાથે લોટા લઇને આવ્યા હતા. સદનની કાર્યવાહી શરુ થતા જ તે લોટા-લોટા ચિલ્લાવવા લાગ્યા હતા.
પીટીઆઈ સભ્યોનો તે નેતાઓ પર કટાક્ષ હતો જેમણે ઇમરાન ખાનની પાર્ટી છોડીને વિપક્ષનું સમર્થન કર્યું હતું. પછી ઇમરાન ખાનની પાર્ટીના ધારાસભ્યોએ પોતાની સાથે લાવેલા લોટાને ડિપ્ટી સ્પીકર પર ફેંકવાનું શરુ કર્યું હતું. જોત જોતામાં પીટીઆઈના સભ્યો ડિપ્ટી સ્પીકરની ખુરશી પાસે પહોંચી ગયા અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. ઇમરાન ખાનની પાર્ટીના ધારાસભ્યોએ દોસ્ત મુહમ્મદ મજારીના વાળ ખેંચ્યા હતા અને થપ્પડ પણ મારી હતી.
Just spoke to deputy speaker of Punjab Assembly Dost Muhammad Mazari who was attacked today inside the house , he was confident and said that he will complete the democratic process at every cost today. He said “ my first priority is the success of democracy not revenge” . https://t.co/dkGzvq2uU6
ડોન ન્યૂઝની પત્રકાર અબ્સા કોમલે ટ્વિટ કર્યું કે અંતત: પંજાબ વિધાનસભામાં પીટીઆઈ અને PMLQ સભ્યોએ હિંસાનો સહારો લીધો. ડિપ્ટી સ્પીકર દોસ્ત મજારી પર હુમલા કરવામાં આવ્યો. આ દેશમાં લોકતંત્ર માટે વધુ એક દુખદ દિવસ છે અને એલએચસીના આદેશનું ઘોર ઉલ્લંઘન છે. ભગવાન જાણે છે કે આપણી પાસે જોવા માટે બીજુ શું બચ્યું છે, વિચલિત કરનારું દ્રશ્ય.
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે અબ્સા કોમલના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું કે પંજાબ વિધાનસભાના ડિપ્ટી સ્પીકર દોસ્ત મુહમ્મદ મજારી સાથે મેં વાત કરી, જેમના પર આજે સદનની અંદર હુમલો કરવામાં આવ્યો હતો. તે આત્મવિશ્વાસથી ભરેલા હતા. તેમણે કહ્યું કે તે આજે દરેક કિંમત પર લોકતાંત્રિક પ્રક્રિયાને પુરી કરશે. મજારીએ કહ્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા લોકતંત્રે સફળ બનાવવી છે, બદલો નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર