Home /News /national-international /

પાકિસ્તાન: ઇમરાન ખાને રેલીમાં કેમ બતાવ્યો વિદેશ મંત્રી એસ જયશંકરનો વીડિયો?

પાકિસ્તાન: ઇમરાન ખાને રેલીમાં કેમ બતાવ્યો વિદેશ મંત્રી એસ જયશંકરનો વીડિયો?

ઇમરાન ખાને રેલીમાં વિદેશ મંત્રી એસ જયશંકરનો વીડિયો બતાવ્યો

શનિવારે લાહોરમાં આયોજીત એક રેલીમાં ઇમરાન ખાને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના વખાણ જ નથી કર્યા, પરંતુ તેમણે ભારતીય વિદેશ મંત્રીના એક વીડિયોની ક્લિપ પણ ચલાવી હતી

    નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન (imran khan) સત્તામાંથી પદભ્રષ્ટ થયા બાદથી જ ભારતના વખાણ કરવાનો એક પણ મોકો છોડતા નથી. તેમના મોટાભાગના ભાષણમાં ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ (Independent foreign policy of India)ના વખાણ જોવા મળે છે. શનિવારે લાહોરમાં આયોજીત એક રેલીમાં ઇમરાન ખાને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના વખાણ જ નથી કર્યા, પરંતુ તેમણે ભારતીય વિદેશ મંત્રી (Indian External Affairs Minister)ના એક વીડિયોની ક્લિપ પણ ચલાવી હતી. જેમાં એસ. જયશંકર (s jaishankar) સ્લોવાકિયામાં આયોજીત એક કાર્યક્રમમાં ભારતીય વિદેશ નીતિ સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપી રહ્યા છે.

    રેલીમાં ઇમરાન ખાને લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, હું તમને બે દેશના વિદેશ મંત્રીને બતાવવા માગુ છુ. પહેલા હિન્દુસ્તાનના વિદેશ મંત્રી. તેમને કહેવામાં આવ્યું કે તમે રુસ પાસેથી તેલ ન ખરીદો. હિન્દુસ્તાન અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર છે. જ્યારે અમેરિકાએ તેમને આવું કહ્યું ત્યારે ડો. જયશંકરે શું જવાબ આપ્યો તે જુઓ. આ પછી ડો. એસ જયશંકરનો વીડિયો સ્ક્રીન પર ચલાવવામાં આવે છે.

    આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને પીએમ મોદીએ કહ્યું- તમારી સિદ્ધિ પર દેશને ગર્વ

    વીડિયોમાં વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું કે, શું ભારત રુસ પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધ માટે ફન્ડિંગ કરી રહ્યું નથી? આ મામલે વિદેશ મંત્રીએ જવાબ આપતાં કહ્યું કે, માત્ર તેલ ખરીદવાથી કોઇ દેશને ફન્ડિંગ થઇ જાય છે તો યુરોપ રુસથી મોટા પ્રમાણમાં ગેસ ખરીદે છે, તો તે પણ ફન્ડિંગમાં જ ગણાવવું જોઇએ.

    ઇમરાન ખાને કહ્યું કે, જ્યારે એસ જયશંકરને અમેરિકાએ કહ્યું કે રુસ પાસેથી તેલ ન ખરીદો ત્યારે એસ જયશંકરે કહ્યું કે, તમે કોણ છો ના પાડનારા? યુરોપ ગેસ ખરીદે છે. અમે પણ ખરીદીશું. અમે અમારા લોકોની જરુરિયાતો માટે રુસ પાસેથી તેલ ખરીદશું. ઇમરાન ખાને ભારતના વખાણ કરતાં કહ્યું કે, આ હોય છે સ્વતંત્ર દેશ. તેમણે કહ્યું કે, જ્યારે અમારી સરકાર હતી, ત્યારે અમે રુસથી સસ્તું તેલ ખરીદવાની વાત કરી હતી, પરંતુ આ જે આયાતી સરકાર આવી છે તેનામાં રુસ પાસેથી તેલ ખરીદવાની હિંમત નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, International news, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन