Home /News /national-international /Imran Khan No-trust Motion: પાકિસ્તાનની સંસંદમાં આજે ઇમરાન ખાનનો 'ટેસ્ટ', અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે વોટિંગ

Imran Khan No-trust Motion: પાકિસ્તાનની સંસંદમાં આજે ઇમરાન ખાનનો 'ટેસ્ટ', અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે વોટિંગ

શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરશે ઈમરાન ખાન! ટૂંક સમયમાં ચૂંટણી યોજવા અંગે થશે ચર્ચા

Imran Khan No-trust Motion: પાકિસ્તાનની સંસંદમાં આજે ઇમરાન ખાનનો 'ટેસ્ટ', અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે વોટિંગ. પાકિસ્તાનમાં નવી સરકાર બનવાનો પ્રયાસ તેજ થઇ ગયો છે. વિપક્ષી દળે શહબાજ શરીફને તેમનાં પ્રધાનમંત્રી ઉમેદવાર તરીકે પસંદ કરી લીધા છે. પાકિસ્તાનની 342 સભ્યોવાળી સંસંદમાં બહુમતનાં આંકડા 172 છે. અને ઇમરાનની પાર્ટી PTI તેનાંથી ઘણી દૂર નજર આવી રહી છે.

વધુ જુઓ ...
  ઇસ્લામાબાદ: પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ એસેંબલીને ખરાજી કર્યા બાદ આજે સદનમાં ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ તરફથી લગાવવામાં આવેલાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. સુપ્રીમ કોર્ટે તેમનાં નિર્ણયમાં ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી દ્વારા ઇમરાન સરકાર વિરુદ્ધ લગાવવામાં આવેલાં વિપક્ષનાં અવિશ્વાસ પ્રસ્તાવને વગર મતદાન કરે ખારિજ કરી અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા નેશનલ એસેમ્બલી ભંગ કરવાનાં અસંવૈધાનિક કરાર કર્યો છે. શિર્ષ કોર્ટ દ્વારા ઇમરાન ખાનને 9 એપ્રિલનાં સંસંદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનું ફરમાન સંભળાવવામાં આવ્યું હતું. આ વચ્ચે ઇમરાન ખાને એક વખત ફરી અંતિમ બોલ પર લડી લેવાનો સંકલ્પ બનાવી લીધો છે.

  તેમણે કહ્યું કે, દેશ માટે મારો સંદેશ છે કે, મને અંતિમ બોલ સુધી પાકિસ્તાન માટે હમેશા લડ્તો રહ્યો છું અને લડતો રહીશ. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અખબારે PTI સાથે જોડાયેલાં સૂત્રોનાં હવાલાથી રિપોર્ટ કર્યો છે. કે, ઇમરાન ખાન રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધીનસભાઓમાં તેમનાં ધારાસભ્યોનાં રાજીનામાં પર પણ વિચાર કરી રહ્યો છે. કારણ કે, નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં તેમની હારની આશંકા પ્રબળ છે. બીજી તરફ, પાકિસ્તાનનાં સંયુક્ત વિપક્ષે સંપૂર્ણ દેશમાં રેલીઓ કરવાની યોજના બનાવી છે. કહેવાય છે કે, વિપક્ષી દળ ઇસ્લામાાબદમાં સંયુક્ત રેલી કરી શકે છે. જેમ કે નવાઝ શરીફ લંડનથી વર્ચ્યુઅલી સંબોધિત કરશે.

  આ પણ વાંચો-'દુનિયામાં ભારતનું સન્માન.. આપણે છીએ ગુલામ દેશ' - પાકિસ્તાનના PM ઈમરાન ખાનનું દેશને સંબોધન

  સમુદાયે ગુલામી સ્વીકારવી ન જોઈએ


  રાષ્ટ્રને સંબોધનના અંતે, ઈમરાન ખાને લોકોને સડકો પર આવવાની અપીલ કરી અને લોકશાહીનું રક્ષણ કરવા કહ્યું. તેમણે કહ્યું, “રવિવારે લોકો શાંતિપૂર્ણ રીતે રસ્તાઓ પર આવ્યા, શાંતિપૂર્ણ વિરોધ કર્યો. લોકોએ લોકશાહી અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું જોઈએ. પાકિસ્તાનના લોકોએ આઝાદ રાષ્ટ્રની જેમ ઊભા રહેવું જોઈએ. ગુલામી સ્વીકારશો નહીં. હું લોકો સાથે લડીશ."

  ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ બાદ રાષ્ટ્રને સંબોધિત કર્યું જેમાં તેમને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનું કહેવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો: જયા બચ્ચન હાજિર હો! જમીન વેચવાના આરોપસર જયા બચ્ચનને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન

  9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન


  રિપોર્ટમાં તેમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “દેખીતી રીતે, વિપક્ષ માને છે કે તે જીતી ગયો છે, પરંતુ એવું નથી. તેઓ હારી ગયા છે.' ચૌધરીએ કહ્યું, 'કેપ્ટન (ખાન) આજે મહત્વની જાહેરાત કરશે. તે દેશને ક્યારેય નિરાશ નહીં થવા દે.ઉલ્લેખનીય છે કે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે તે પહેલા ખાને ગયા અઠવાડિયે ગૃહમાં બહુમતી ગુમાવી દીધી હતી. ખાનનો શનિવાર નેશનલ એસેમ્બલીમાં તેમનો પરાજય થવાની ધારણા છે.
  " isDesktop="true" id="1197471" >

  પાકિસ્તાનમાં નવી સરકાર બનવાનાં પ્રયાસ તેજ

  પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવાં પ્રયાસ તેજ થઇ ગયા છે. વિપક્ષી દળોએ શહબાઝ શરીફને તેમનાં પ્રધાનમંત્રી પદનાં ઉમેદવાર પસંદ કરી લીધાછે. પાકિસ્તાનની 342 સભ્યોવાળી સંસંદમાં બહુમતનાં આંકડા 172 અને ઇમરાનની પાર્ટી PTI તેનાંથી ઘણી દૂર નજર આવી રહી છે. સંયુક્ત વિપક્ષનો દાવો છે કે, તેમની પાસે 199 સાંસદોનું સમર્થન છે. એવામાં PPP અને PML-Nનાં નેતૃત્વમાં વિપક્ષી મોર્ચે પાકિસ્તાનની સત્તામાં આવવું લગભગ નક્કી લાગે છે. અવિશ્વાસ પ્રસ્તાવનાં એખ દિવસ પહેલાં ઇમરાન ખાને પાકિસ્તાની પ્રજાને સંબોધતા રવિવારે સંપૂર્ણ દેશમાં પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને ન્યાયપાલિકાની ઇજ્જત કરુ છું. પણ શીર્ષ કોર્ટે નિર્ણય સંભળાવતા પહેલાં ધમકીયુક્ત પત્ર જોવો જોઇતો હતો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Imran Khan, No trust Motion, પાકિસ્તાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन