ઈમરાન ખાનને સત્તા ગુમાવવાનો ડર, કહ્યુ- વાતચીતનો રસ્તો શોધો

News18 Gujarati
Updated: October 13, 2019, 9:39 AM IST
ઈમરાન ખાનને સત્તા ગુમાવવાનો ડર, કહ્યુ- વાતચીતનો રસ્તો શોધો
પાકિસ્તાનમાં પોતાના લોકોની વચ્ચે જ ઘેરાતા જઈ રહ્યા છે વડાપ્રધાન ઈમરાન ખાન (ફાઇલ તસવીર)

પાકિસ્તાનમાં પોતાના લોકોની વચ્ચે જ ઘેરાતા જઈ રહ્યા છે વડાપ્રધાન ઈમરાન ખાન

  • Share this:
ઇસ્લામાબાદ : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)થી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદ પાકિસ્તાન (Pakistan)એ ભલે દુનિયાભરના દેશોથી મદદ માંગી હોય, પરંતુ દરેક સ્થળેથી તેને નિષ્ફળતા જ હાથ લાગી છે. પાકિસ્તાનની આ સ્થિતિ માટે તેમના દેશના લોકો વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારની વિરુદ્ધ અવાજ બુલંદ થવા લાગ્યો છે. હાલમાં જ અહેવાલ આવ્યા છે કે પાકિસ્તાનના જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (Jamiat Ulema-e-Islam)ના નેતા મૌલાના ફજલુર્રહમાન (Maulana Fazlur Rahman)એ ઈમરાન સરકારને સત્તાથી હટાવવા માટે ઈસ્લામાબાદ (Islamabad) સુધી આઝાદી માર્ચ યોજવાની તૈયારી કરી છે. ઈમરાન ખાન આ માર્ચને લઈ એટલા ડરી ગયા છે કે તેઓએ પોતાના સહયોગીઓ સાથે વાતચીતનો રસ્તો શોધવા માટે કહ્યુ છે.

ઈમરાન ખાને પોતાના સહયોગીઓને કહ્યુ છે કે કોઈ પણ સ્થિતિમાં આઝાદી માર્ચ ઈસ્લામાબાદ ન પહોંચવી જોઈએ. ઈમરાન ઈચ્છે છે કે તેમના સહયોગી જેયૂઆઈના પ્રમુખ મૌલાના ફજલુર્રહમાનની સાથે વાતચીત કરી કોઈ વચ્ચેનો રસ્તો કાઢે. ફજલુર્રહમાન રાજધાનીમાં સરકારની વિરુદ્ધ 31 ઑક્ટોબરે બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ, ફજલુર્રહમાને પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે કે જો તેઓએ આઝાદી માર્ચ રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ સમગ્ર પાકિસ્તાનમાં ચક્કાજામ કરી દેશે.

વડાપ્રધાનની સાથે શુક્રવારે યોજાયેલી બેઠક બાદ નિવેદન આપવામાં આવ્યું છે કે સરકાર ફજલુર્રહમાનની માંગો વિશે જાણવા માટે તેમને મળવા તૈયાર છે. બેઠકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે કોઈ પણ પ્રકારનો ગતિરોધ વધવો ન જોઈએ. બેઠકમાં એમ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે મૌલાના રહમાન તરફથી 27 ઑક્ટોબરે સિંધથી આઝાદી માર્ચના રૂપમાં યોજાનારા આંદોલનને રોકવામાં નહીં આવે. આ આંદોલન 31 ઑક્ટોબરે ઈસ્લાબાદ પહોંચશે.

ઈમરાન ખાને કહ્યુ કે, જો આઝાદી માર્ચના પ્રદર્શનકારી બેકાબૂ થઈ ગયા તો તેમની સામે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે. ઈમરાન ખાનની આ બેઠક બાદ મૌલાના અને સરકારની વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાની કવાયત ઝડપી થઈ ગઈ છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, પીપીપી અને પીએમએલ-એન હવે એક જ મંચ પર પહોંચી ગયા છે અને દેશની નાની પાર્ટીઓ પણ પોતાની સાથે મળી રહી છે. આ દરમિયાન, ધાર્મિક મામલાઓના મંત્રી નુરુલ હક કાદરીએ સ્પષ્ટ કર્યુ કે તેમને મૌલાના ફજલુર્રહમાનની સાથે વાતચીત કરવા માટે ઈમરાન ખાન સરકાર તરફથી હજુ સુધી કોઈ સંદેશ નથી મળ્યો.

આ પણ વાંચો,

મંત્રીનું વિચિત્ર નિવેદન: ફિલ્મો એક દિવસમાં 120 કરોડની કમાણી કરે છે તો પછી મંદી ક્યાંથી હોય?'ચેન્નઇ કનેક્ટ' સાથે ભારત-ચીન સહયોગનો નવો યુગ શરૂ થશે : PM મોદી
First published: October 13, 2019
વધુ વાંચો
अगली ख़बर