Home /News /national-international /ઈમરાન ખાન પાસે રૂ.2 લાખની કિંમતની 4 બકરીઓ, પોતાન નામે કોઈ વાહન નથી; પત્ની વધુ અમીરઃ રિપોર્ટ

ઈમરાન ખાન પાસે રૂ.2 લાખની કિંમતની 4 બકરીઓ, પોતાન નામે કોઈ વાહન નથી; પત્ની વધુ અમીરઃ રિપોર્ટ

પાકિસ્તાનમાં થોડા સમય પહેલા વિદ્રોહ કરીને ઇમરાન ખાનને PMના સ્થાનેથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા

Imran Khan News: ઈમરાન ખાન પાકિસ્તાનની બહાર કોઈ વાહન કે મિલકત ધરાવતા નથી. તેમજ કોઈ રોકાણ નથી. પાકિસ્તાની ફોરેન કરન્સી અકાઉન્ટમાં $329,196 અને 518 પાઉન્ડ સ્ટર્લિંગ સિવાય તેમની પાસે બેંક ખાતાઓમાં 60 મિલિયનથી વધુ રૂપિયા છે.

    કોઈ રાજકારણી કંગાળ થઈ ગયો હોય તેવું માની શકાય નહીં. તેઓ એક યા બીજી રીતે પોતાની મિલકત છુપાવી રાખે જ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને એક સમયના જાણીતા ક્રિકેટર ઈમરાન ખાન બાબતે પણ આવું જ હોવાનો આક્ષેપ થાય છે. 2020ની એસેટ ફાઈલિંગ મુજબ બુશરા બીબી ઈમરાન ખાન કરતા વધુ અમીર છે. થોડા સમય પહેલા ઈમરાન ખાન (Imran Khan)ને PM પદ પરથી હટાવવામાં આવ્યા હતા. એસેટ ફાઇલિંગમાં બહાર આવ્યું હતું કે વર્તમાન PM શાહબાઝ શરીફ (Shahbaz Sharif) ની પહેલી પત્ની પણ તેમના કરતા વધુ અમીર છે.

    હકીકતમાં વાત એમ છે કે 2020 માં થયેલા પાકિસ્તાન એસેટ ફાઇલિંગની વિગતો બહાર આવી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી તેમના પતિ કરતાં વધુ અમીર છે. વડા પ્રધાન શહબાઝ શરીફની પ્રથમ પત્ની નુસરત શેહબાઝ માટે પણ આ વાત લાગુ પડે છે, કારણ કે તેમની પાસે 230.29 મિલિયન રૂપિયાની સંપત્તિ છે અને તે તેના પતિ કરતાં વધુ અમીર છે.

    આ પણ વાંચો: VIDEO: ઈમરાન ખાન પર ગોળી ચલાવીને ભાગવા લાગ્યો યુવક, જુઓ વીડિયો

    30 જૂન, 2020ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે ફાઇલ કરાયેલ સંપત્તિના આંકડા અંગે પાકિસ્તાની અખબાર Dawn દ્વારા જણાવ્યા મુજબ, ઇમરાન ખાન 200,000 રૂપિયાની કિંમતની ચાર બકરીઓ ધરાવે છે. બનીગાલામાં તેમના વિલા ઉપરાંત, તેની પાસે છ મિલકતો છે, જેમાં કેટલીક વારસાગત મિલકતો, લાહોરના જમાન પાર્કમાં એક ઘર, લગભગ 600 એકર ખેતીની જમીન તેમજ બિન-ખેતીની જમીનનો સમાવેશ થાય છે. ઈમરાન ખાન જ્યારે 2018માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સંપત્તિ તરીકે 4 બકરીઓ નોંધવામાં આવી હતી.

    અહેવાલોમાં જણાવાયું છે કે ઈમરાન ખાન પાકિસ્તાનની બહાર કોઈ વાહન કે મિલકત ધરાવતા નથી. તેમજ કોઈ રોકાણ નથી. પાકિસ્તાની ફોરેન કરન્સી અકાઉન્ટમાં $329,196 અને 518 પાઉન્ડ સ્ટર્લિંગ સિવાય તેમની પાસે બેંક ખાતાઓમાં 60 મિલિયનથી વધુ રૂપિયા છે.

    આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના: રાહત કાર્યમાં લાગેલા સર્ચ ઓપરેશનને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરાયું

    બીજી બાજુ બુશરા બીબીની કુલ સંપત્તિ 142,11 મિલિયન રૂપિયા છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. શેહબાઝ શરીફની પ્રથમ પત્ની નુસરત શાહબાઝ પાસે 230.29 મિલિયન રૂપિયાની સંપત્તિ છે અને તેમની પાસે 9 ખેતીલાયક જમીનો છે જ્યારે શેહબાઝ શરીફની કુલ સંપત્તિ 104.21 અબજ રૂપિયા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની મોટાભાગની સંપત્તિ દેશની બહાર UAE અને દુબઈમાં છે. જાહેર કરાયેલા અબજોપતિઓમાંના તેઓ એક છે.

    અહીં ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનમાં થોડા સમય પહેલા વિદ્રોહ કરીને ઇમરાન ખાનને PMના સ્થાનેથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને શેહબાઝ શરીફ હવે પાકિસ્તાન પ્રમખ છે.
    First published:

    Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news

    विज्ञापन
    विज्ञापन