ઈમરાન ખાન સરકાર ખતરામાં, મૌલાનાએ કહ્યુ- દા'ડા ગણવાનું શરૂ કરી દો

પાકિસ્તાનની કથિત સૌથી મોટી ધાર્મિક પાર્ટીના ચીફ મૌલાના ફજલુર રહમાનએ સત્તાપલટાનું અભિયાન શરૂ કર્યુ છે

પાકિસ્તાનની કથિત સૌથી મોટી ધાર્મિક પાર્ટીના ચીફ મૌલાના ફજલુર રહમાનએ સત્તાપલટાનું અભિયાન શરૂ કર્યુ છે

 • Share this:
  ઈસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan)માં ઈમરાન ખાન સરકાર (Imran Khan Government) પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. જમીયત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહમાન (Maulana Fazlur Rehman)એ ઈમરાન ખાનને સત્તાથી હટાવવાનો ઈશારો કર્યો છે. રહમાને કહ્યુ છે કે, પાકિસ્તાનના પીએમે હવે પોતાના દિવસ ગણવાનું શરૂ કરી દેવું જોઈએ. તેઓએ ઈશારામાં એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે તેઓ ઈસ્લામાબાદથી એમ-નેમ પાછા નથી આવ્યા.

  ઉલ્લેખનીય છે કે, જેયૂઆઈ-એફના હજારો કાર્યકર્તાઓએ દેશભરમાં આઝાદી માર્ચનું આયોજન કર્યું હતું અને ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ 31 ઑક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઈમરાન ખાનના રાજીનામાની માંગ કરતાં ધરણાં પણ કર્યા હતા. ધરણા સમાપ્ત કર્યા બાદ હવે જેયૂઆઈ-એફના કાર્યકર્તા પરત ફરી રહ્યા છે પરંતુ હવે તેઓએ શાંતિ માર્ચને આંદોલનમાં પરિવર્તિત કરી દીધી છે. પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શન અને માર્ચ અવરોધિત કરવાના અહેવાલ આવી રહ્યા છે.

  મૌલાના ફજુલર રહમાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બનૂમાં એક કાર્યક્રમમાં કહ્યુ કે, ઈમરાન ખાન સરકારના મૂળીયા કપાઈ ચૂક્યા છે. હવે આ લોકોને પોતાના દિવસ ગણવાની શરૂઆત કરી દેવી જોઈએ. ઈસ્લામાબાદ કોઈ કારણ વગર નહોતા ગયા. તેઓએ કહ્યુ કે, જો ત્યાંથી પરત આવ્યા છે તો કંઈક મોટું થવાનું છે. તેઓએ ઈમરાન ખાન સરકાર પર આરોપ લગાવ્યો છે કે દેશ ચલાવવા માટે તેમની પાસે કોઈ દૃષ્ટિકોણ નથી. સત્તામાં બેઠેલા લોકોની પાસે વિરોધીઓને ગોળી મારવા સિવાય બીજું કંઈ નથી. આ લોકો વોટની ચોરી કરી સત્તામાં આવ્યા છે. અમે તેની મંજૂરી ન આપી શકીએ. અમે પાકિસ્તાનના બંધારણની રક્ષા માટે કાર્ય કરી રહ્યા છીએ.

  નોંધનીય છે કે, વડાપ્રધાન ઈમરાન ખાને એક કાર્યક્રમમાં મૌલાના ફજલ વિશે કહ્યુ હતું કે, કેટલાક લોકો પૈસા લઈને માર્ચનું આયોજન કરી રહ્યા છે. તેઓએ ઈસ્લામાબાદના ધરણાને સર્કસ કરાર કર્યા હતા. ઈમરાન ખાનના આ નિવેદન બાદ મૌલાનાએ કહ્યુ કે, અમે કોઈની પાછળ છુપનારા નથી. અમે મેદાનમાં ઊભી છીએ. આવો અને મારા ચરિત્રનો સામનો કરો. તેઓએ કહ્યુ કે માત્ર વાતોથી સરકાર નથી ચાલતી. હાલના સમયમાં પાકિસ્તાનની જે સ્થિતિ છે તેને જોઈ લાગે છે કે દેશને ફરી ચૂંટણી તરફ આગળ વધવું જોઈએ.

  આ પણ વાંચો,

  બે વર્ષ પહેલા જ સેનામાં ભરતી થયેલો 22 વર્ષીય જવાન સિયાચીન ગ્લેશિયરમાં શહીદ
  સ્કૅચના આધારે પકડાયો બે માસૂમ બાળકીઓનો હત્યારો, પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ
  Published by:Mrunal Bhojak
  First published: