વીજળી બીલ ચૂકવવા પૈસા નથી અને પાકિસ્તાને 'ગઝનવી' મિસાઇલનું પરીક્ષણ કર્યું!

વીજળી બીલ ચૂકવવા પૈસા નથી અને પાકિસ્તાને 'ગઝનવી' મિસાઇલનું પરીક્ષણ કર્યું!
ગઝનવી મિસાઇલ (ફાઇલ તસવીર)

'ગઝનવી' મિસાઇલ જમીનથી જમીન સુધી 290થી 320 કિલોમીટર સુધી માર કરવા માટે સક્ષમ છે. આ મિસાઇલ 700 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જઈ શકે છે.

  • Share this:
    પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઇલ ગઝનવી (Ghaznavi)નું ગુરુવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. 'ગઝનવી' જમીનથી જમીન સુધી 290થી 320 કિલોમીટર સુધી માર કરવા માટે સક્ષમ છે. આ મિસાઇલ 700 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જઈ શકે છે. આનું પરીક્ષણ કરાચી પાસે સોનમયિાની ઉડાન પરીક્ષણ રેન્જમાં કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનનું નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (NDC) પંજાબ (પાકિસ્તાનનું)ના ફતેહજંગમાં છે. 'ગઝનવી'ના પરીક્ષણ માટે પાકિસ્તાને કરાચી એર સ્પેસને આગમી ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત કચારી એર સ્પેસના ત્રણ એરપોર્ટ 28મી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. આ વચ્ચે એવા સમાચાર છે કે ઇમરાન ખાનના કાર્યાલયે બીલ ન ચુકવતા વીજળી કંપનીએ તેનું વીજ જોડાણ કાપી નાખવાની ચીમકી આપી છે.

    બેલેસ્ટિક મિસાઇલ 'ગઝનવી'નું પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવી છે, અને પાકિસ્તાન આ મામલે સતત દુનિયાના દેશો પાસેથી મદદ માંગી રહ્યું છે. જોકે, આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને દુનિયાના કોઈ દેશ પાસેથી મદદ નથી મળી. એવામાં પાકિસ્તાન હવે પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે.



    વડાપ્રધાન ઇમરાન ખાને એક અઠવાડિયા પહેલા 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં પરમાણુ ટકરાવના સંકેત આપ્યા હતા. જે બાદમાં 26મી ઓગસ્ટના રોજ ઇમરાન ખાને ન્યૂઝ ચેનલોમાં ફરીથી આ વાત કહી હતી.



    'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના સમાચાર પ્રમાણે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે આવું કરી રહ્યુ છે. આવું કરીને પાકિસ્તાન બંને દેશ વચ્ચે યુદ્ધનો માહોલ ઉભો કરીને વિશ્વના દેશોનું ધ્યાન કાશ્મીર પર કેન્દ્રીત કરવા માંગે છે.

    પાક. મંત્રીએ ઓક્ટોબરમાં ભારત સાથે યુદ્ધનો દાવો કર્યો

    પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારના રેલવે મંત્રી શેખ રશીદ અહમદે દાવો કર્યો છે કે ભારત સાથે યુદ્ધ થશે. મંત્રી આટલેથી ન અટક્યા અને તેમણે ક્યારે યુદ્ધ થશે તે પણ કહ્યું. શેખ રશીદ અહમદે ભવિષ્યવાણી કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્ણ યુદ્ધ થશે. તેમણે દાવો કર્યો કે આની શરૂઆત ઓક્ટોબર કે તે પછી થશે.

    પાક. PMની ઓફિસનું વીજ જોડાણ કપાશે!

    એક તરફ પાકિસ્તાન મિસાઇલનું પરીક્ષણ કરી રહ્યું છે અને બીજી બાજુ પાકિસ્તાને શરમાવવું પડે તેવા સમાચાર સામે આવ્યો છે. વીજ બિલની રકમ ન ચુકવતા વીજળી કંપનીએ પાકિસ્તાનના વડાપ્રધાનના કાર્યાલયનું વીજ જોડાણ કાપી નાખવાની ચીમકી ઉચ્ચારી છે. ઇસ્લામાબાદ ઇલેક્ટ્રીક સપ્લાય કંપનીના જણાવ્યા પ્રમાણે કરોડો રૂપિયાના વીજ બિલની ચુકવણી કરવામાં આવી નથી. આ મામલે બુધવારે વડાપ્રધાન કાર્યાલયને નોટિસ પાઠવવામાં આવી છે. ચાલુ મહિનાનું રૂ. 41 લાખનું અને ગત મહિનાનું રૂ. 35 લાખનું બિલ ચુકવવાનું બાકી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:August 29, 2019, 12:36 pm