ઇમરાન ખાનની પૂર્વ પત્નીનો દાવો- 'કાશ્મીર અંગે મોદી સરકારની ડીલ આગળ ઝૂકી ગયા પાક. PM'

News18 Gujarati
Updated: August 20, 2019, 6:20 PM IST
ઇમરાન ખાનની પૂર્વ પત્નીનો દાવો- 'કાશ્મીર અંગે મોદી સરકારની ડીલ આગળ ઝૂકી ગયા પાક. PM'
ઇમરાન, રેહમ ખાન

રેહમ ખાને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પર આરોપ લગાવ્યો છે કે ઇમરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ગુપ્ત કરાર કર્યો છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાયા બાદ પાડોશી દેશ પાકિસ્તાન રઘવાયું થયું છે. આ વચ્ચે પાકિસ્તાન આખી દુનિયામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. જોકે, હાલમાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય મંચે પાકિસ્તાનનો સાથ નથી આપ્યો. આ બધી ગતિવિધિ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને જમ્મુ-કાશ્મીરને લઈને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ ખુલાસા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

રેહમ ખાને પાકિસ્તાનના પીએમ પર ગંભીર આક્ષેપ લગાવ્યો કે તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુપ્ત કરાર કર્યો છે. રેહમે દાવો કર્યો કે આ ડીલ ભારતના વડાપ્રધાનને ખુશ કરવા માટે કરવામાં આવી હતી. આ જ કારણે ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે કોઈ ઠોસ પગલાં નથી ભરી રહ્યા.રેહમનો આક્ષેપ

ખલીઝ ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે રેહમ ખાને કહ્યું કે, "અમને શરૂઆતમાં શીખવાડવામાં આવ્યું હતું કે કાશ્મીર બનશે પાકિસ્તાન. હું કહીશ કે કાશ્મીરને વેચી દેવામાં આવ્યું છે. રેહમે કહ્યું કે પાંચમી ઓગસ્ટના રોજ ભારતના નિર્ણય પછી મને મારી ટીમના સભ્યનો ફોન આવ્યો હતો. ટીમના સભ્યએ કહ્યુ હતું કે મેડમ, તમે જે કહ્યું હતું તે સાચું સાબિત થઈ રહ્યું છે. આના પર રેહમે જવાબ આપ્યો હતો કે પ્રાર્થના કરો કે આવું ન થાય."

રેહમે કહ્યુ કે મેં ગત ઓગસ્ટમાં જ આવું કહ્યું હતું. ભારતીય વડાપ્રધાન મોદીએ કલમ 370 હટાવવાની હતી, આ કામ તેમણે કર્યું. લોકોએ જે કામ માટે તેમને પ્રચંડ બહુમતિથી જીતાડ્યાં હતાં તે કામ તેમણે કરી બતાવ્યું છે.

ઇમરાનને ખબર હતી કે આવું થશે

રેહમે આગળ કહ્યું કે, તમારા વડાપ્રધાન ઇમરાન ખાને જ્યારે કાશ્મીર વિશે નિવેદન આપવાનું હતું ત્યારે તેમણે કહ્યું કે મને ખબર હતી કે મોદી આવું કરવાના છે. ઇમરાને કહ્યુ કે બ્રિશ્કેકમાં મારી મોદી સાથે મુલાકાત થઈ ત્યારથી મને આ અંગે ખબર હતી. એ વખત તેઓ મારા પ્રત્યે ખૂબ આકરા હતા. પુલવામા હુમલો થયો ત્યારથી મને આવી ખબર હતી. રેહમે કહ્યું કે જ્યારે તેમને ખબર જ હતી કે આવું થવાનું છે તો તમે તેમના તરફ દોસ્તીનો હાથ આગળ શા માટે વધાર્યો.

રેહમ અગાઉ પર મોટા ખુલાસા કરી ચુકી છે

નોંધનીય છે કે ઇમરાન ખાનની પૂર્વ પત્ની આ પહેલા પણ તેના પર ગંભીર આક્ષેપ લગાવી ચુકી છે. ગત વર્ષે પાકિસ્તાનમાં થયેલી ચૂંટણી પહેલા રેહમ ખાનનું એક પુસ્તક પ્રસિદ્ધ થયું હતું, જેમાં ઇમરાન ખાન સમલૈંગિક હોવાનો ખુલાસો કરાયો છે.
First published: August 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading