Imran Khan Azadi March: ઇમરાન ખાનની આઝાદી માર્ચથી પાકિસ્તાનમાં બબાલ, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપ
Imran Khan Azadi March: ઇમરાન ખાનની આઝાદી માર્ચથી પાકિસ્તાનમાં બબાલ, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપ
રાવલપિંડી, કરાચી, લાહોર અને ખૈબર પખુનખ્વામાં બબાલ પછી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના સમર્થકોએ રાજધાની ઇસ્લામાબાદમાં હિંસાનો સહારો લીધો હતો (સોશિયલ મીડિયા)
Pakistan News - ઇમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘણા સ્થાને હિંસક ઝડપની ઘટના બની છે. ઇસ્લામાબાદમાં પ્રદર્શનકારીઓએ ઘણા ઝાડ અને ગાડીઓને આગના હવાલે કરી દીધી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં (Pakistan)સત્તામાંથી બહાર થયા પછી પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan)જલ્દી ચૂંટણી કરાવવા માટે દબાણ કરવા આઝાદી માર્ચની (Imran Khans Azadi March)જાહેરાત કરી હતી. આ માર્ચમાં સામેલ થવા માટે લોકો બેકાબૂ બની ગયા છે. ઘણા સ્થાનોએ બબાલના સમાચાર છે. ઇમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘણા સ્થાને હિંસક ઝડપની ઘટના બની છે. ઇસ્લામાબાદમાં પ્રદર્શનકારીઓએ ઘણા ઝાડ અને ગાડીઓને આગના હવાલે કરી દીધી છે. રાવલપિંડી, કરાચી, લાહોર અને ખૈબર પખુનખ્વામાં બબાલ પછી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના સમર્થકોએ રાજધાની ઇસ્લામાબાદમાં હિંસાનો સહારો લીધો હતો.
પોલીસે આપી સખત ચેતવણી
એચટીના રિપોર્ટ પ્રમાણે ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓએ રાજધાનીમાં ઘણા ઝાડ અને ગાડીઓમાં આગ લગાડી દીધી છે. પ્રશાસને આગ બુઝાવવા માટે ઘણી ફાયરબ્રિગેડની ગાડીઓ બોલાવવી પડી છે. ઇસ્લામાબાદના રેડ ચોકમાં આગ લગાવ્યા પછી સુરક્ષા બળોએ રેડ ચોકમાં ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.
ઇસ્લામાબાદ પોલીસના ઇન્સપેક્ટર જનરલે ટ્વિટ કર્યું કે રેડ ઝોનમાં કોઇને આવવાની પરમિશન આપવામાં આવશે નહીં. જો કોઇએ રેડ ઝોનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો તો તેની સાથે સખત કાર્યવાહી કરવામાં આવશે. જોકે બીજી તરફ અન્ય અધિકારીઓને નિર્દેશ છે કે તે વધારે બળપ્રયોગ ના કરે. આ સિવાય પ્રદર્શનકારીઓને શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. તેમને પોલીસ પર પત્થર ફેંકવા કે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની મંજૂરી નથી.
ہم پنجاب میں داخل ہوچکے ہیں اور انشاءاللہ اسلام آباد کی جانب بڑھیں گے۔ اس امپورٹڈ سرکار کی جانب سے جبر و فسطائیت کا کوئی بھی حربہ ہمیں ڈرا سکتاہے نہ ہی ہمارے مارچ کا رستہ روک سکتا ہے۔ #حقیقی_آزادی_مارچpic.twitter.com/21snq9kG40
ડોન અખબારના રિપોર્ટ પ્રમાણે ઇમરાન ખાન પોતાના સમર્થકો સાથે ઇસ્લામાબાદથી ફક્ત 50 કિલોમીટર દૂર છે અને ત્યાં રોકાયો છે. ઇમરાન ખાને કહ્યું કે તે અને તેના સમર્થકો રાજધાનીમાં ડી ચોક ત્યાં સુધી ખાલી નહીં કરે જ્યાં સુધી શહબાઝ શરીફ સરકાર સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત ના કરી દે. ઇમરાને ટ્વિટ કર્યું કે અમે પંજાબ પહોંચી ચૂક્યા છીએ અને ઇંશાઅલ્લાહ અમે લોકો ઇસ્લામાબાદ કૂચ કરવાના છીએ. બહારથી થોપવામાં આવેલી ફાસિસ્ટ અને દમનકારી સરકારનો કોઇપણ તિકડમ કામ આવશે નહીં અને અમારા માર્ચને રોકી શકશે પણ નહીં.
ઇમરાન ખાન સરકારમાં મંત્રી રહેવા ફવાદ ખાને પણ ટ્વિટ કર્યું કે ઇમરાન ખાન ગમે ત્યારે ઇસ્લામાબાદના ડી ચોકમાં પ્રવેશ કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર