Home /News /national-international /Pakistan : ઈમરાન ખાને સમર્થકોને મેના છેલ્લા સપ્તાહમાં વિરોધ પ્રદર્શન માટે તૈયાર રહેવાનું કહ્યું
Pakistan : ઈમરાન ખાને સમર્થકોને મેના છેલ્લા સપ્તાહમાં વિરોધ પ્રદર્શન માટે તૈયાર રહેવાનું કહ્યું
Pakistan : ઈમરાન ખાને સમર્થકોને મેના છેલ્લા સપ્તાહમાં વિરોધ પ્રદર્શન માટે તૈયાર રહેવાનું કહ્યું
Pakistan News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) એક વીડિયો સંદેશમાં તેમની પાર્ટીના સમર્થકોને મેના છેલ્લા સપ્તાહમાં રાજધાની ઈસ્લામાબાદ તરફ કૂચ કરવા માટે તૈયાર રહેવાની અપીલ કરી છે.
પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને (Imran Khan) શનિવારે જાહેરાત કરી હતી કે તેમણે તેમની પાર્ટીના સમર્થકોને મેના છેલ્લા સપ્તાહમાં રાજધાની ઈસ્લામાબાદ તરફ કૂચ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. ખાને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની કોર કમિટીની બેઠક બાદ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. ખાને વીડિયો સંદેશમાં કહ્યું કે, આ અપીલ માત્ર તેમની પાર્ટી માટે જ નહીં પરંતુ સમગ્ર પાકિસ્તાન માટે છે.
ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે તેમણે આ અપીલ એટલા માટે કરી છે કારણ કે દેશને બદનામ કરવામાં આવ્યો છે અને વિદેશી ષડયંત્ર દ્વારા સૌથી ભ્રષ્ટ લોકોને સત્તાના ટોચ પર મૂકવામાં આવ્યા છે. તેમણે વડા પ્રધાન શેહબાઝ શરીફની પણ ટીકા કરી હતી, અને કહ્યું હતું કે તેમને "ગુના પ્રધાન" કહેવામાં આવે છે કારણ કે કેબિનેટના 60 ટકા સભ્યો જામીન પર બહાર છે.
ઈમરાન ખાનના સમર્થકોએ મંગળવારે પાકિસ્તાનમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને મુખ્ય ચૂંટણી કમિશનરના કથિત પક્ષપાતી વર્તન બદલ તેમના રાજીનામાની માંગણી કરી. ઈમરાન ખાન સરકારના કાર્યકાળ દરમિયાન પૂર્વ અમલદાર સિકંદર સુલતાન રાજાને પાકિસ્તાનના ચૂંટણી પંચના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, હવે ખાને તેમના પર પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે આરોપોને નકારી કાઢ્યા છે.
ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના કાર્યકરોએ અન્ય શહેરોમાં કરાચી, લાહોર, ઈસ્લામાબાદ, પેશાવર, ગુજરાત અને ફૈસલાબાદમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું. મુખ્ય રેલી ઈસ્લામાબાદમાં કમિશનના કાર્યાલયની બહાર યોજાઈ હતી, જ્યાં વિરોધીઓએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર