નવી દિલ્હી: ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-Vના ભાવ આખરે નક્કી થયા છે. આયાત કરવામાં આવેલી વેક્સીનની કિંમત 948 રૂપિયા પ્રતિ ડોઝ (Dose) રાખવામાં આવી છે. આ કિંમતમાં અલગથી પાંચ ટકા જીએસટી (GST) ચાર્જ લગાવવામાં આવશે. આ અંગેની જાણકારી ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ (Dr Reddy's laboratories) તરફથી આપવામાં આવી છે. એવી સંભાવના છે કે સ્થાનીક સપ્લાય શરૂ કરવામાં આવ્યા બાદ વેક્સીનની કિંમતમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
હૈદરાબાદમાં સ્પૂતનિક-Vનો શુક્રવારે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે સ્પૂતનિક-Vની પ્રથમ ખેપ ભારતમાં 13 મેના રોજ આવી હતી. 13મેના રોજ હિમાચલ પ્રદેશના કસૌલી સ્થિત સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી ખાતે આ ખેપ આવી પહોંચી હતી. આ વેક્સીનની અસરકારકતા 91.6 ટકા હોવાનું કહેવામાં આવે છે.
ગુરુવારે કેન્દ્રએ જાણકારી આપી હતી કે આ વેક્સીન આગામી અઠવાડિયે બજારમાં આવી જશે. ડૉક્ટર રેડ્ડીઝ તરફથી કહેવામાં આવ્યું હતું કે, વેક્સીન વધારેમાં વધારે ઉપલબ્ધ બને તે માટે ખાનગી સેક્ટર તેમજ સરકાર સાથે મળીને કામ કરીશું. ગુરુવારે કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે ડિસેમ્બર સુધી તમામ ભારતીયોને વેક્સીન લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્ષના અંત સુધીમાં પૂરતી રસી હશે. સરકારે પોતાના રોડમેપમાં સ્પૂતનિક-Vનો પણ સમાવેશ કર્યો છે.
First doses of #SputnikV administered in India. On the picture Deepak Sapra, Global Head of Custom Pharma Services at @drreddys Laboratories is getting a shot of Sputnik V in Hyderabad. ✌️ pic.twitter.com/iBbTeB2DmT
સ્પૂતનિક-Vમાં નૉન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર વેક્સીનમાં મનુષ્યના બે એડેનોવાયરસ-Ad5 અને Ad6નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એડેનોવાયરસ કોશિકાઓ સાથે ટકરાય છે અને તેની સપાટી પરના હયાત પ્રોટીન પર પકડ બનાવે છે. એક વખત શરીરમાં દાખલ કર્યા બાદ આ વેક્સીન વાયરસ આપણી કોશિકાઓને સંક્રમિત કરવાનું શરૂ કરે છે. જે બાદમાં મનુષ્યના સેલ એન્ટીજન એવી રીતે તૈયાર કરે છે કે જાણે તે પોતાનું જ પ્રોટીન હોય.