Home /News /national-international /હિમાચલ અને MCD ચૂંટણીના પરિણામોએ ભાજપની ચિંતા વધારી; શું બીજેપી લોકસભાની ચૂંટણી માટે રણનીતિ બદલશે
હિમાચલ અને MCD ચૂંટણીના પરિણામોએ ભાજપની ચિંતા વધારી; શું બીજેપી લોકસભાની ચૂંટણી માટે રણનીતિ બદલશે
બીજેપી લોકસભાની ચૂંટણી માટે રણનીતિ બદલશે
ગુજરાતમાં ભલે ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી હોય, પરંતુ હિમાચલ અને MCD ચૂંટણીના પરિણામો ભાજપની ચિંતા વધારી શકે છે. આ બંને ચૂંટણીમાં ભાજપને માત્ર થોડા જ મત મળ્યા છે. એક તરફ જ્યાં રાજધાની દિલ્હીમાં પાર્ટી 15 વર્ષ બાદ સત્તામાંથી બહાર થઈ ગઈ છે, તો બીજી તરફ હિમાચલમાં પણ આ પાર્ટીને સત્તા ગુમાવવી પડી છે.

MCD ચૂંટણી 2022માં કેજરીવાલની આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. બીજી તરફ ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને 77 બેઠકોનું નુકસાન થયું છે. આમ આદમી પાર્ટીને ગત વખતની સરખામણીમાં 85 બેઠકોનો ફાયદો થયો છે. જો કે ગુજરાતમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે.
આ વર્ષની તમામ ચૂંટણીઓ થઈ ગઈ છે, પરંતુ હવે આ ચૂંટણીઓની 2023ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી પર શું અસર થશે તેના પર સૌની નજર છે. ડિસેમ્બરમાં યોજાયેલી ત્રણ ચૂંટણીના પરિણામોને જોતાં એક સવાલ એ ઊભો થાય છે કે હિમાચલ અને MCD ચૂંટણીમાં ભાજપની હારની અસર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર પડશે કે નહીં? શું આ પરિણામોને કારણે ભાજપે પોતાની રણનીતિ બદલવી પડશે?
જો ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવી હોય તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરવું પડશે, તેની સાથે હિમાચલ અને MCDમાં મળેલી હારમાંથી ઘણું શીખવું પડશે. હિમાચલ અને MCDમાં હાર બાદ ભાજપને ઘણા પાડકારોનો સામનો કરવો પડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર