પણજી : ગોવા સરકારે (Goa Government)સોમવારે કોરોના દર્દીઓની સારવારમાં આઈવરમેક્ટિન (Ivermectin)દવાના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. સરકારે 18 વર્ષની ઉપરના બધા સંક્રમિતોને આ દવાના ઉપયોગની મંજૂરી આપી છે. જેનાથી તાવનું સ્વરુપ ગંભીર થાય નહીં. ઉલ્લેખનીય છે હળવો તાવ આવવો કોરોના સંક્રમણના મુખ્ય લક્ષણોમાં સામેલ છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું હતું કે આઇવરમેક્ટિન દવા બધા હેલ્થ સેન્ટર્સ પર મળશે. આ દવા બધા લોકોએ લેવી જોઈએ પછી તેનામાં કોરોનાના લક્ષણો હોય કે નહીં. અમે આ દવાનો ઉપયોગ પ્રિવેંટિવ ક્યોર એટલે કે બચાવના રૂપમાં કરી રહ્યા છીએ. સરકારી હેલ્થ સેન્ટર્સ પર બધા દર્દીઓને આ દવા મળશે.
આઇવરમેક્ટિન 12 MG દવાનો ઉપયોગ પાંચ દિવસો સુધી કરવો પડશે
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આઈવરમેક્ટિન 12 MG દવાનો ઉપયોગ પાંચ દિવસ સુધી કરવો પડશે. યૂકે, ઇટાલી, સ્પેન અને જાપાનના એક્સપર્ટે આ દવાને કોરોના મૃત્યદર ઓછા કરવામાં સફળ માની છે. આ ફક્ત મૃત્યુદર જ નહીં રિકવરી અને વાયરલ લોડ ઓછો કરવામાં પણ મહત્વનો ફાળો ભજવે છે.
સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે દેશમાં ગોવા પ્રથમ રાજ્ય છે જે કોવિડ-19ની સારવારના પ્રોટોકોલમાં આ દવાને સામેલ કરી રહ્યા છીએ. જોકે આ દવા કોરોના સંક્રિમત થતા અટકાવતી નથી પણ બીમારીને ગંભીર થવાથી બચાવવામાં મદદરૂપ છે. રાજ્યના બધા લોકોએ કોરોના ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવું જોઈએ.
" isDesktop="true" id="1095453" >
રિસર્ચમાં દાવો - ચમત્કારિક અસર બતાવે છે આ દવા
કેટલાક દિવસો પછી એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે આઈવરમેક્ટિન દવાનું વૈશ્વિક સ્તર પર ઉપયોગ કોરોના મહામારીનો અંત કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા કોરોનાની સારવારમાં ઘણી કારગર છે. દુનિયાભરમાં ડોક્ટર અને વૈજ્ઞાનિકો દ્વારા આ દવાને કોરોનાની સારવારમાં ચમત્કારિક દવાના રૂપમાં જોવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર