Home /News /national-international /IMF એ માન્યું PM મોદીની આ યોજનાને કારણે કોરાના માહામારી વચ્ચે પણ ભારતમાં આર્થિક સંકટ ટળ્યું

IMF એ માન્યું PM મોદીની આ યોજનાને કારણે કોરાના માહામારી વચ્ચે પણ ભારતમાં આર્થિક સંકટ ટળ્યું

IMF એ માન્યું PM મોદીની આ યોજનાને કારણે કોરાના માહામારી વચ્ચે પણ ભારતમાં આર્થિક સંકટ ટળ્યું

આ પહેલાંની કેટલીક સ્ટડીઝમાં મહામારીને કારણે ભારતમાં અત્યંત ગીરીબી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જૂન 2020માં જાહેર એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્ર યૂનિવર્સિટીનાં UNU-WIDERએ કહ્યું હતું કે, મહામારીનાં કારણે દુનિયાભરમાં 39.5 કરોડ લોકો અંત્યત ગરીબીમાં જતા રહ્યાં છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund)નાં રિપોર્ટ અનુસાર, ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)એ કોરોના મહામારી દરમિયાન દેશમાં એક મોટા આર્થિક સંકટને ટાળી દીધુ છે. અને ગરીબીને રોકવામાં આ યોજના કામિયાબ રહી. આઇએમએફની આ રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ વૈશ્વિક મહામારી દરમિયાન પણ ભારતમાં અત્યંત ગરીબોની સંખ્યામાં વદ્ધિ થવા દિધી ન હતી.

  મહામારી, ગરીબી અને અસમાનતા: ભારતનાં પૂરાવા: (Pandemic, Poverty and Inequality: Evidence from India)
  નામથી આ રિપોર્ટ ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને શ્રીલંકા માટે IMFનાં કાર્યકારી નિદેશક અને ભારતીય પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદનાં પૂર્વ અંશકાલિક સભ્ય સુરજીત ભલ્લા, ન્યૂયોર્ક સ્થિત અર્થશાસ્ત્રી કરણ ભસીન અને ભારત સરકારનાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ વિરમાની દ્વારા લિખલવામાં આવી છે. IMFની આ રિપોર્ટ અનુસાર, 2019માં ભારતમાં 1 ટકાથી પણ ઓછી આબાદી અત્યંત ગરીબીમાં રહી રહી હતી અને 2020માં મહામારી દરમિયાન પણ આ આંકડો આશરે એટલો જ રહ્યો.

  ભારતમાં અત્યંત ગરીબી વધવાની આશંકા જતાવવામાં આવી હતી-
  આ પહેલાંની કેટલીક સ્ટડીઝમાં મહામારીને કારણે ભારતમાં અત્યંત ગરીબી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી .જૂન 2020માં જાહેર કરવામાં આવેલાં તેમનાં રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્ર યૂનિવર્સિટીનાં UNU-WIDERએ કહ્યું હતું કે, મહામારીને કારણે દુનિયાભરમાં 39.5 કરોડ લોકો અંત્યંત ગરીબીમાં ગરકાવ થઇ શકે છે. તો સંયુક્ત રાષ્ટ્ર (UN)મહાસચિવ ટોનિયો ગુટેરેસે 2021માં 4.9 કરોડ લોકોને અત્યંત ગરીબીનો શિકાર થવાની આશંકા જાતવી હતી. આ રીતે ઓગસ્ટ 2020માં વિશ્વ બેંકે કહ્યું હતું કે, મહામારીને કારણે 10 કરોડ લોકો અત્યંત ગરીબ થઇ ગયા છે.

  મફત ખાદ્યાન્ન યોજનાથી ભારતમાં ગરીબી પર અંકુશ લાગ્યું-
  તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે દરરોજ US $ 1.90 (લગભગ 143 રૂપિયા) થી ઓછી કમાણી કરનારા લોકોને અત્યંત ગરીબ માનવામાં આવે છે. અગાઉના કેટલાક અભ્યાસોમાં, કોરોના રોગચાળાને કારણે ભારતમાં અત્યંત ગરીબોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અહેવાલ જણાવે છે કે, “ભારતમાં અત્યંત ગરીબોની સંખ્યામાં થતા વધારાને રોકવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ છે. રોગચાળા દરમિયાન રાશનને બમણું કરવું અને મુક્ત કરવું કોવિડને કારણે ગરીબોની કમાણીમાં ઘટાડાની અસરને ઘટાડવામાં મદદરૂપ બન્યું છે.

  આ પણ વાંચો-XE Variant in India: ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ XE નો પ્રથમ કેસ મુંબઈમાં જોવા મળ્યો

  મહામારીને કારણે લોકોની કમાણીમાં કમી આવી અને અસ્થાયી-
  IMF અનુસાર, "સતત 1 વર્ષ માટે અત્યંત ગરીબીનું નીચું સ્તર, જેમાંથી 1 વર્ષ રોગચાળાનું હતું, તેને અત્યંત ગરીબી નાબૂદી તરીકે ગણી શકાય." આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાને કારણે લોકોની કમાણીમાં ઘટાડો અસ્થાયી છે અને અસ્થાયી રાજકોષીય નીતિઓ તેના મોટા ભાગને નિષ્ક્રિય કરવામાં સફળ રહી છે. 2014-19માં વપરાશ વૃદ્ધિ, જે ગરીબીને નિર્ધારિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તે 2004-11 વચ્ચેના તીવ્ર વધારા કરતાં વધુ હતી. IMFના આ રિપોર્ટમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના કન્ઝ્યુમર એક્સપેન્ડીચર સર્વે 2017-18ના ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
  " isDesktop="true" id="1196714" >

  જાણો શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?-
  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સમગ્ર દેશમાં રેશનકાર્ડ ધારકોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ (ઘઉં અને ચોખા) મફતમાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ યોજનાનો સમયગાળો સપ્ટેમ્બર 2022 સુધી લંબાવ્યો છે. આ યોજનાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ, 2020 માં કોરોના રોગચાળાની શરૂઆતના સમયે કરવામાં આવી હતી અને જે એપ્રિલ, 2020 થી સમગ્ર દેશમાં અમલમાં આવી હતી. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશના 80 કરોડ લોકોને આ યોજનાનો સીધો લાભ મળે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Imf report, Pmgky, પીએમ મોદી

  विज्ञापन
  विज्ञापन