નવી દિલ્હી: હવામાન વિભાગ (IMD)નાં જણાવ્યાં અનુસાર પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ ભારતનાં ઘણાં હિસ્સામાં શનિવારે, 18 ડિસેમ્બરથી ઠંડીનો પારો વધુ ગગડશે. આ ઉપરાંત ભારતનાં ઉત્તર-પશ્ચિમી ભાગમાં સ્થિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે શીત લહરની સાથે ભારેથી અતિભારે ધુમ્મસની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ગુરુવારનાં હવામાન વિભાગે કહ્યું કે, શીત લહરની સ્થિતિ જો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તેનો ચમકારો વર્તાશે 18થી 20 ડિસેમ્બરની વચ્ચે હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને ઉત્તર રાજસ્થાનમાં ઠંડીની લહેર છવાઇ જશે.
આ ઉપરાંત, 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરની વચ્ચે ઘાટી અને લદ્દાખમાં મધ્યમથી ભારે હિમપાત પણ થવાની સંભાવના છે. કાશ્મીરમાં શીત લહરનો પ્રકોપ વધવાની સાથે જ ઘાટીમાં મોટાભાગની જગ્યાએ રાત્રીનાં સમયે તાપમાન માઇન્સમાં જશે. તેમજ તેમાં પણ આગામી દિવસોમાં ઘટાડો જોવા મળી શકે છે.
જેની અસર દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી દિલ્હીમાં તાપમાન ત્રણ ડિગ્રી ઘટીને 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો ગુજરાતનાં અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચ્યુ હતું. જે છેલ્લાં કેટલાંક દિવસોમાં સૌથી નીચુ ગયુ હતું. આ સાથે જ શીત લહેરનો અનુભવ પણ અમદાવાદવાસીઓએ કર્યો હતો. આ સાથે જ હવામાન ખાતાનું કેહવું છએ કે, આગામી બે ત્રણ દિવસોમાં પારો વધુ ગગડી શકે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર