Home /News /national-international /IMDની આગાહી: જોઈલો આગામી ત્રણ દિવસમાં ગુજરાત સહિત કયા રાજ્યોમાં કઈં તારીખે ભારે વરસાદ પડશે?
IMDની આગાહી: જોઈલો આગામી ત્રણ દિવસમાં ગુજરાત સહિત કયા રાજ્યોમાં કઈં તારીખે ભારે વરસાદ પડશે?
વરસાદની આગાહી (ફાઈલ ફોટો)
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, આ મહિનાના છેલ્લા 10 દિવસોમાં 'સારા વરસાદ'ની સંભાવના છે અને જે વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ છે તેની ભરપાઈ થઈ શકે છે
નવી દિલ્હી : લગભગ બે અઠવાડિયા પછી 19 ઓગસ્ટથી દક્ષિણ ભારતમાં ચોમાસું ફરી સક્રિય થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી. આઈએમડીએ કહ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ -અલગ સ્થળોએ ભારેથી અતી ભારે વરસાદની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, 20-21 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની અપેક્ષા છે. 20-22 ઓગસ્ટના રોજ બિહારના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આઈએમડીએ જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા વિસ્તારમાં 18 અને 19 ઓગસ્ટ, મધ્યપ્રદેશમાં 18 થી 20 ઓગસ્ટ, તેલંગાણા અને છત્તીસગઢમાં 18 ઓગસ્ટે વરસાદ પડી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી બે દિવસો માટે ઉત્તર -પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં હિમાલયમાં વરસાદની સંભાવના છે.
દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી
આ સાથે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મધ્યમ વરસાદ માટે નારંગી ચેતવણી જાહેર કરી હતી અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસુ ફરીથી દસ્તક આપી છે. એવી શક્યતા છે કે, વરસાદને કારણે મહત્તમ તાપમાન ત્રણ-ચાર દિવસમાં 32 ડિગ્રી સેલ્સિયસ નીચે આવી જશે.
આ મહિને દિલ્હીમાં સામાન્ય રીતે 157.1 મીમી વરસાદની સરખામણીમાં માત્ર 63.2 મીમી વરસાદ નોંધાયો હતો. કારણ કે, દિલ્હી અને તેના પશ્ચિમ ભારતના નજીકના વિસ્તારોમાં 10 ઓગસ્ટે બીજી વખત 'ચોમાસામાં વિરામ' તબક્કામાં પ્રવેશ કરી ગયા હતા.
આઇએમડીએ હવે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં ચોમાસાની પુન: શરૂઆત સાથે 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ વચ્ચે અલગ અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
ઓગસ્ટના છેલ્લા 10 દિવસમાં સારો વરસાદ થશે
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, આ મહિનાના છેલ્લા 10 દિવસોમાં 'સારા વરસાદ'ની સંભાવના છે અને આનાથી રાજધાનીમાં વરસાદની જે અછત થઈ છે તેની ભરપાઈ થશે.
સામાન્ય રીતે, દિલ્હીમાં ઓગસ્ટ મહિનામાં 247.7 મીમી વરસાદ પડે છે. IMD એ આ મહિને દિલ્હીમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી.
જ્યારે ચોમાસુ હિમાલયની તળેટીની નજીક પહોંચી જાય છે તો, દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. આ દરમિયાન, હિમાલયની તળેટી, પૂર્વોત્તર ભારતના ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ વધી જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર