દેશના આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

દેશના આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

 • Share this:
  નવી દિલ્હી: દેશના હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધ્યું છે. હવામાન ખાતાના અંદાજ મુજબ આગામી થોડા દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. દેશના મોટાભાગના ઉત્તર-પશ્ચિમ ભાગોને લગતા, વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસમાં અહીં તાપમાનમાં બહુ તફાવત નહીં આવે. પરંતુ આ પછી આવતા 4-5 દિવસમાં તાપમાનમાં સતત વધારો થશે.

  ગુરુવારે વહેલી સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ચોમાસા પૂર્વે વરસાદ પડ્યો હતો, જેનાથી લોકોને ગરમીના વાતાવરણથી થોડી રાહત મળી હતી. ભારત હવામાન વિભાગ (IMD)ના અનુસાર, લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી નીચે છે અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી નીચે છે.  પશ્ચિમ બંગાળમાં કેવી છે પરિસ્થિતિ

  પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારે મહાનગરોમાં અને અન્યત્ર કોવિડ -19 પ્રતિબંધોને આંશિક રાહત આપી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે લોકોને તેમના કામ પર જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કારણ કે પાણી ભરાવાના કારણે વાહનો ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ 24ના જિલ્લામાં કેનિંગમાં 24 કલાકના સમયગાળા દરમિયાન 178.6 મીમી વરસાદ નોંધાયો હતો, જે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ છે, જ્યારે બાંકુરામાં 133.2 મીમી વરસાદ થયો છે. ઉત્તર બંગાળમાં કેટલાક સ્થળોએ પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. દાર્જિલિંગમાં 70 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો.

  આ પણ વાંચો: સપ્તાહમાં 5 ના બદલે 4 દિવસ જ કરવી પડશે નોકરી, 3 દિવસ મળશે રજા! સરકાર લાવી શકે છે નવો નિયમ

  હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં બંગાળના લગભગ તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે કારણ કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ બંગાળના ક્ષેત્રમાં તીવ્ર બન્યું છે અને આ વિસ્તારમાં ચક્રવાતનું પરિભ્રમણ સર્જાયું છે.

  આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના વિકાસ અંગે બેઠક, ગૃહમંત્રીએ કહ્યું - મોદી સરકારની યોજનાઓની અસર

  ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન મહારાજગંજ, સિદ્ધાર્થ નગર, ગોંડા, બલરામપુર, શ્રાવસ્તિ, બહરાઇચ, લખિમપુર ખેરી અને નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત સોનભદ્ર, મીરઝાપુર, વારાણસી, સંત રવિદાસ નગર, આઝમગગઢ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, કુશીનગર, બારાબંકી, સુલતાનપુર, અયોધ્યા અને આંબેડકર નગર અને તેની નજીકના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આખા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ સોમવારથી વરસાદ નબળો પડી ગયો છે.
  Published by:kuldipsinh barot
  First published:June 18, 2021, 23:30 pm

  ટૉપ ન્યૂઝ