નવી દિલ્હી. પશ્ચિમ કાંઠા પર ગંભીર ચક્રવાતી વાવાઝોડું ટાઉતે (Tauktae Cyclone) ત્રાટક્યા બાદ વધુ એક વાવાઝોડું યાસ (Cyclone Yaas) 26-17 પૂર્વ કાંઠે પહોંચવાનું અનુમાન છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ બુધવારે આ જાણકારી આપી. વિભાગે જણાવ્યું કે અંડમાન સાગર અને બંગાળની પૂર્વ મધ્ય ખાડીમાં 22 મેના રોજ ઓછા દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા છે જે ત્યારબાદ 72 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું કે તે ઉત્તર પશ્ચિમ તરફ વધી શકે છે અને 26 મેના રોજ સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ- ઓડિશાના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે.
તેમણે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં 25 મેથી હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે. વિભાગે જણાવ્યું કે ત્યારબાદ વરસાદ વધુ તેજ થશે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સચિવ એમ. રાજીવને કહ્યું કે, 23 મેના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડું ચક્રવાતી બનવાનું અનુમાન છે. રાજીવને કહ્યું કે, તેના કારણે ચક્રવાતમાં ફેરવાઈ જશે અને પશ્ચિમ બંગાળ તથા ઓડિશાના કાંઠા સાથે ટકરાવવાની આશંકા છે. તેમણે કહ્યું કે તે ટાઉતે ચક્રવાતની જેમ પ્રચંડ નહીં હોય, જે ખૂબ વિકરાળ ચક્રવાતી વાવાઝોડાનું રૂપ લઈ ચૂક્યું હતું.
ચોમાસું બેસે તે પહેલાના મહિના એપ્રિલ-મેમાં પૂર્વ અને પશ્ચિમ કાંઠા પર અનેકવાર ચક્રવાત સર્જાતા હોય છે. મે 2020માં પૂર્વ કાંઠા પર વિકરાળ ચક્રવાતીય વાવાઝોડું અમ્ફાન અને પશ્ચિમ કાંઠે પ્રચંડ ચક્રવાતીય વાવાઝોડા નિસર્ગ સર્જાયું હતું.
" isDesktop="true" id="1098062" >
અમ્ફાનની જેવું જ હોઈ શકે છે યાસ વાવાઝોડું
હિન્દુસ્તાન ટાઇમ્સ મુજબ, IMDના અધિકારીએ કહ્યું કે, યાસ ગયા વર્ષે આવેલા અમ્ફાનની જેમ વિનાશકારી હોઈ શકે છે. IMDમાં વાવાઝોડાઓ પર નજર રાખનારી સુનીતા દેવીએ કહ્યું કે, અમે અમ્ફાન જેવી તીવ્રતાથી ઇન્કાર નથી કરી શકતા. સારી બાબત એ છે કે હાલનું મોડલ લાગી રહ્યું છે કે સિસ્ટમ સમુદ્રની ઉપર ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે. સમુદ્રની ઉપર તેનો સમય ઓછા હોવાથી તેની તીવ્રતા પ્રતિબંધિત થઈ જશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર