ચોમાસાની સ્પીડ થઈ ફાસ્ટ, બિહાર બાદ હવે અહીં ભારે વરસાદની આગાહી!

News18 Gujarati
Updated: June 22, 2019, 4:10 PM IST
ચોમાસાની સ્પીડ થઈ ફાસ્ટ, બિહાર બાદ હવે અહીં ભારે વરસાદની આગાહી!
પ્રતિકાત્મક તસવીર

દેશના 36 સબ-ડિવિઝનમાંથી 22માં અત્યાર સુધીમાં સામાન્યથી 43 ટકા ઓછો વરસાદ થયો છે.

  • Share this:
બિહાર, ઝારખંડ અને ઓડિસામાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, ચોમાસાની દસ્તક બાદ મહારાષ્ટ્રના લગભગ બધા જ વિસ્તારો અને ગોવામાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. અગામી 48થી 72 કલાકમાં તેના પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ પહોંચવાની આશા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી એક ટ્રોફ લાઈન ઉત્તરી બંગાળના ખાડી ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે. આના કારણે પૂર્વી રાજસ્થાન, દક્ષિણી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી નિમ્ન દબાણનું ક્ષેત્ર બન્યું છે. આના કારણે ટ્રોફ લાઈનની આસપાસના વિસ્તારમાં વરસાદના અણસાર બને છે. તમને જણાવી દઈએ કે, દેશના 36 સબ-ડિવિઝનમાંથી 22માં અત્યાર સુધીમાં સામાન્યથી 43 ટકા ઓછો વરસાદ થયો છે. તેમાં કર્નાટક, તામિલનાડુ, કેરળ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિસા, બિહાર, પંજાબ અને હરિયાણા સામેલ છે.

મોડે પહોંચેલા ચોમાસા બાદ ખેડૂતોની ચિંતા વધી રહી છે. કેમ કે, ખરીફ પાક જેવા કે ચોખા, મકાઈ, જવાર, બાજરી, મગફળી, સોયાબીનની ખેતી કરનારા ખેડૂતો માટે મુશ્કેલી વધી ગઈ છે. આ તમામ પાક ચોમાસાના વરસાદ પર ટકેલા હોય છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી - હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટીનમાં બતાવવામાં આવ્યું ચે કે, શનિવારે કર્ણાટક, કેરળ, મરાઠાવાડા, આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે 23 જૂન એટલે કે, રવિવારે બિહાર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનું અનુમાન છે.

અત્યાર સુધીમાં ચોમાસાએ 20 ટકા વિસ્તારને કવર કર્યો - હવામાન વિભાગ અનુસાર, જૂનના શરૂઆતના 3 અઠવાડીયામાં ચોમાસાએ દેશના બે-તૃતિયાંસ ભાગને કવર કરી લીધો છે. પરંતુ, અત્યાર સુધી 20 ટકા વિસ્તારને કવર કર્યો છે. આ કારણથી વરસાદ જૂનમાં ઘણો ઓછો થયો.

1થી 20 જૂન વચ્ચે દેશમાં માત્ર 51 એમએમ વરસાદ થયો, જે સામાન્યથી 43 ટકા ઓછો છે. પ્રી મોનસૂન સિઝનમાં 9 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે. 1થી 20 જૂન વચ્ચે દિલ્હીમાં 11.9 એમએમ વરસાદ થયો. આ સામાન્ય કરતા 61 ટકા ઓછો છે. 1936માં થયો હતો જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ, જે હતે લગભગ 414.8 એમએમ.
First published: June 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading