ગોવા બાદ હવે ચોમાસાનો વરસાદ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં શરૂ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, ચોમાસાની દસ્તક બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં ઝમાઝમ વરસાદ થઈ રહ્યો છે. 12-24 કલાકમાં આ પૂરા મહારાષ્ટ્રને કવર કરી લેશે. જ્યારે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમાં ગુરૂવારે થયેલા ચોમાસા પૂર્વના વરસાદે વાતાવરણ ખુશનુમા બનાવી દીધુ છે. અગામી 72 કલાકમાં ચોમાસુ ઓડિશા, બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં દસ્તક આપે તેવી આશા છે.
તમને જણાવી દઈએ કે, ચોમાસાની સિઝનનો વરસાદ 19 જૂન સુધી 43 ટકા ઓછો નોંધાયો છે. મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં અત્યાર સુધીમાં સામાન્યથી 59 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ અને પૂર્વોત્તરમાં 47 ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો. એવામાં ખેડૂતોની ચિંતા નધી ગઈ છે. કેમ કે, ખરીફ પાક જેવા કે ચોખા, મકાઈ, જવાર, બાજરી, મૂંગ, મગફળી, શેરડી, સોયાબીન જેવી ખેતી કરનારા ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. આ તમામ પાક ચોમાસાના વરસાદ પર ટકેલા હોય છે.
અહીં પહોંચ્યુ ચોમાસુ - મહારાષ્ટ્રના પશ્ચિમી અને દક્ષિણી વિસ્તારમાં ચોમાસૂ પહોંચી ગયું છે, અને અગામી થોડા જ દિવસમાં રાજ્યના સુકા વિસ્તારોમાં સારો વરસાદ થવાની આશા છે. બે-ત્રણ દિવસમાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ ચોમાસુ પહોંચી જશે. હવામાન વિભાગે શુક્રવાર સુધી ચોમાસુ ગોવા પહોંચવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. પરંતુ ગુરૂવારે જ ચોમાસુ પહોંચી ગયું.
અહીં થશે વરસાદ - હવામાન વિભાગે ગોવા, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદ થવાની ચેતવણી આપી છે.
હવે અહીં આવશે ચોમાસુ - બંગાળની ખાડીથી બિહાર તરફ ઝડપથી ચોમાસુ આગલ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, ગુરૂવારે અરબ સાગરથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ત્રણ ભાગમાં વહેંચાઈ આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડી તરફથી પણ ચોમાસુ બિહાર તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળ, આસામ, અને ઝારખંડ સાથે સીમાવર્તી બિહારમાં 22થી 23 જૂન સુધી વરસાદ થઈ શકે છે.બિહારમાં 27 જૂન સુધી વાદળ છવાયેલા રહે તેવી સંભાવના છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર