Home /News /national-international /‘નિવાર’ પછી વધુ એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો, કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

‘નિવાર’ પછી વધુ એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો, કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

‘નિવાર’પછી વધુ એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો, કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

તમિલનાડુમાં ચક્રવાતી તોફાન નિવાર પસાર થયાને હજુ એક સપ્તાહ જેટલો પણ સમય થયો નથી ત્યાં દક્ષિણ રાજ્યમાં બીજુ વાવાઝોડું આવવાની આશંકા

તિરુવનંતપુરમ : આગામી ત્રણથી ચાર દિવસોમાં કેરળમાં (Kerala)જોરદાર વરસાદની સંભાવના છે. ભારતીય મોસમ વિભાગે (India Meteorological Department)તિરુવનંતપુરમ સાથે કોલ્લમ, પથનમથિત્તા, અલાપુઝા અને ઇડુક્કી જિલ્લા માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને 30 નવેમ્બરની અડધી રાતથી સમુદ્રમાં જવા પર રોક લગાવી દીધી છે.

તમિલનાડુમાં ચક્રવાતી તોફાન નિવાર પસાર થયાને હજુ એક સપ્તાહ જેટલો પણ સમય થયો નથી ત્યાં દક્ષિણ રાજ્યમાં બીજુ વાવાઝોડું આવવાની આશંકા છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગે સોમવારે આ જાણકારી આપી હતી. IMDએ કહ્યું કે 2 ડિસેમ્બરે શ્રીલંકાના સમુદ્ર તટને પાર કરશે અને તેનાથી તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદનો અંદાજ છે.

આ પણ વાંચો - PM મોદીએ કહ્યું - કાશી આજે મહાદેવના માથા પર રહેલા ચંદ્રમાની જેમ ચમકી રહી છે

IMDએ સંભવિત વાવાઝોડાને જોતા તમિલનાડુ અને કેરળના દક્ષિણ વિસ્તારોમાં રેડ કલર કોડેડ ચેતાવણી જાહેર કરી છે અને કહ્યું છે કે આ ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન માછીમારોને 1 ડિસેમ્બરની રાતથી દક્ષિણ પૂર્વ પાસે રહેલા દક્ષિણ પશ્ચિમ બંગાળના ખાડી ક્ષેત્રમાં તથા 2 ડિસેમ્બરેથી આગામી 24 કલાક માટે પૂર્વી શ્રીલંકાના તટીય ક્ષેત્રો, કોમોરિન ક્ષેત્ર, મન્નારની ખાડી અને તમિલનાડુ-કેરળના તટ પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.

આઈએમડીના મતે બંગાળની ખાડીમાં ઓછું દબાણ ક્ષેત્ર બની ગયું છે. આગામી 24 કલાકમાં બીજા ઉંડા દબાણમાં બદલવાની સંભાવના છે. આ ચક્રવાતી તોફાનનો આકાર પણ લઈ શકે છે. આ 3 ડિસેમ્બરની સવારે પશ્ચિમી વિસ્તાર તરફ આગળ વધી શકે છે અને આ પછી કોમોરિન ક્ષેત્રમાં પહોંચી શકે છે.
First published:

Tags: IMD, India Meteorological Department, Thiruvananthapuram, કેરલ