5 રાજ્યમાં રેડ અલર્ટ! લૂની સાથે 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે પારો

News18 Gujarati
Updated: May 25, 2020, 9:34 AM IST
5 રાજ્યમાં રેડ અલર્ટ! લૂની સાથે 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે પારો
બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શક્ય હોય તો ઘરથી બહાર ન જવાની આપવામાં આવી સલાહ

બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શક્ય હોય તો ઘરથી બહાર ન જવાની આપવામાં આવી સલાહ

  • Share this:
નવી દિલ્હીઃ હવામાન વિભાગ (IMD)એ ઉત્તર ભારત (North India)ના 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. અહીંના અનેક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે. કેટલાક સ્થળોએ તો તાપમાન 47 ડિગ્રીને પણ પાર કરી શકે છે. IMDએ રવિવારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન માટે આગામી બેથી ત્રણ દિવસ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે.

બપોરના સમયે ઘરથી બહાર ન જાઓ

હવામાન વિભાગના ક્ષેત્રીય મૌસમ વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશ માટે લૂને લઈને ઓરેન્જ અલર્ટ પણ જાહેર કર્યું છે. તેઓએ એ વાતની પણ ચેતવણી આપી છે કે આગામી બે-ત્રણ દિવસમાં કેટલાક હિસ્સાઓમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ગરમીમાં પહેલીવાર છે કે જ્યારે લૂને લઈ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય. રેડ અલર્ટ લોકોને ચેતવવા માટે જાહેર કરવામાં આવે છે કે બપોરના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઘરથી બહાર જ જાઓ કારણ કે તે સમયે તડકો સૌથી આકરો હોય છે. ગરમીથી રાહત માત્ર 28 મે બાદ જ મળી શકે છે જ્યારે Western Disturbanceના કારણે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારમાં ભીષણ લૂ

આગામી પાંચ દિવસમાં હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધય પ્રદેશ, વિદર્ભ અને તેલંગાનાના કેટલાક હિસ્સાઓમાં લૂની સ્થિતિની સાથે જ કેટલાક વિસ્તારોમાં ભીષણ લૂની સ્થિતિ રહેશે. છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભ અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તાર, યાનમ, રાયલસીમા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ- ચાર દિવસ દરમિયાન પણ લૂની અસર જોવા મળશે.

આ પણ વાંચો, નેપાળની પીછેહઠ! કહ્યું- ભારત સાથે સારા સંબંધ, વાતચીતથી વિવાદ ઉકેલીશુંચૂરુંમાં 47ને પાર તાપમાન

રાજસ્થાનાન પશ્ચિમ વિસ્તારોમાં ભીષણ ગરમીની સાથે લૂના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ અનુસાર ચૂરુંમાં રવિવારે મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.

આ પણ વાંચો, ભારતીય હૉકીના દિગ્ગજ બલબીર સિંહનું નિધન, દેશને ઑલિમ્પિકમાં અપાવ્યા હતા 3 ગોલ્ડ
First published: May 25, 2020, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading