Home /News /national-international /

આગામી 3 દિવસમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

આગામી 3 દિવસમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

પ્રતિકાત્મક તસવીર

આજે ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

  દિલ્હી: હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આગામી ત્રણ દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  આજે ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી ત્રણ દિવસ માટે રાજસ્થાન, ઉતરાખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

  ક્યાં કેટલો વરસાદ પડશે ?

  6 સપ્ટેમ્બર: ગુજરાતમાં (Gujarat) અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ મધ્યપ્રદેશ (West Madhya Pradesh), ઉતરાખંડ (Uttarakhand), પૂર્વ રાજસ્થાન (Rajasthan), પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિસા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તેલગાંણામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
  07 સપ્ટેમ્બર: શનિવારે ગુજરાત, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ પડવાની શક્યતા.

  08 સપ્ટેમ્બર: પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઓડિસા, અંડામાન-નિકોબાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, આસામ અને મેઘાયલમાં ભારે વરસાદ પડવાની શક્યતા.

  બુધવારે દિલ્હીમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી પણ વરસાદ પડ્યો નહીં.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Forecast, Heavy, IMD, Rains, ગુજરાત, ભારત

  આગામી સમાચાર