કેરળમા ચોમાસાનું આગમન, ભારે વરસાદ વચ્ચે 9 જિલ્લામાં Yellow Alert

કેરળમા ચોમાસાનું આગમન, ભારે વરસાદ વચ્ચે 9 જિલ્લામાં Yellow Alert
નોંધનીય છે કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિના માટે રહતાં ચોમાસાની સીઝનમાં 75 ટકા સુધી વરસાદ પડે છે. (Photo: PTI)

3-4 તારીખની વચ્ચે ચોમાસાના કારણે દાદરા નગર હવેલી, દમણ, દીવમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા

 • Share this:
  કોચ્ચિઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસા (Monsoon)એ સોમવારે કેરળ (Kerala)માં મંગળ પ્રવેશ કરી દીધો છે. કોઝીકોડ જિલ્લામાં આજે સવારે વરસાદ પડ્યો. આ જાણકારી દેશના હવામાન વિભાગ (IMD)એ સોમવારે આપી છે. કેરળમાં ભારે વરસાદની વચ્ચે IMDએ રાજ્યના 9 જિલ્લા તિરુવનંતપુરમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લામાં અલર્ટ જાહેર કર્યું છે.

  IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રા (Mrutyunjay Mohapatra)એ જણાવ્યું કે આજે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલ ઓછા દબાણના ક્ષેત્રના કારણે તે ધીમું છે. 3-4 તારીખની વચ્ચે ચોમાસાના કારણે દાદરા નગર હવેલી, ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દમણ, દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. એવામાં લોકોને વધુ સાવધાની રાખવી પડશે.
  આ પણ વાંચો, શૅર બજારમાં હવે અહીં થશે વધુ કમાણી, રાકેશ ઝુનઝુનવાલાએ આપી આ સલાહ

  આ પહેલા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે પોતાના પુર્વાનુમાનમાં કહ્યું હતું કે કેરળમાં આ વખતે ચોમાસું મોડું પહોંચશે. IMDએ જણાવ્યું હતું કે કેરળમાં આ વર્ષે ચોમાસું 5 જૂન સુધીમાં આવી શકે છે.

  નોંધનીય છે કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિના માટે રહતાં ચોમાસાની સીઝનમાં 75 ટકા સુધી વરસાદ પડે છે.

  આ પણ વાંચો, ચીનની ભારતને ખુલી ચેતવણીઃ US સાથે ચાલી રહેલા વિવાદથી દૂર રહો, નહીં તો બરબાદ થઈ જશો
  First published:June 01, 2020, 15:44 pm

  टॉप स्टोरीज