આગામી 48 કલાકમાં ઓડિશા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: July 1, 2019, 11:58 AM IST
આગામી 48 કલાકમાં ઓડિશા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ફાઇલ તસવીર

ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહેલું છે.

  • Share this:
ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department) મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના વિસ્તારોમાં 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પહેલીથી ચોથી જુલાઈ સુધી ચોમાસાના વાદળો ઉત્તર ભારતના દિલ્હી સહિત વિસ્તારોમાં પહોંચવાનો અંદાજ છે. હવામાન વિભાગના જાણાવ્યા પ્રમાણે જુન મહિનામાં સામાન્યથી 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, આ અઠવાડિયે ચોમાસું વધારે સક્રિય થવાની આશંકા છે.

48 કલાકમાં આ વિસ્તારોમાં ચોમાસું દસ્તક દેશે

ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહેલું છે. આ 48 કલાક દરમિયાન ચોમાસું આગળ વધવાની આશા છે.



હવામાન વિભાગનું કહેવું છે કે આ સ્થિતિમાં ચોમાસું ત્રણ દિવસમાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં દસ્તક દેવાની આશા છે. સાથે જ ઉત્તરાખંડ અને હિમાચાલમાં પણ ચોથી જુલાઈ સુધી ચોમાસું પહોચી શકે છે. ચોમાસું ઉત્તર ભારતના અમુક વિસ્તારોને છોડીને આખા દેશમાં પહોંચી ગયું છે. જેમાં દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ચોમાસાએ દસ્તક નથી દીધા. ખાનગી સંસ્થા સ્કાઇમેટનું કહેવું છે કે 15 જુલાઈ સુધી આઘા દેશમાં સારો વરસાદ પડશે.

આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ : હવામાન વિભાગે ઓડિશા, છત્તીસગઢ, કોંકણ, ગોવા, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરી છે.
First published: July 1, 2019, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading