IMDએ મૌસમ પૂર્વાનુમાનના લિસ્ટમાં PoKને જોડીને પાકિસ્તાને કર્યો ઇશારો

News18 Gujarati
Updated: May 7, 2020, 4:34 PM IST
IMDએ મૌસમ પૂર્વાનુમાનના લિસ્ટમાં PoKને જોડીને પાકિસ્તાને કર્યો ઇશારો
IMDએ મૌસમ પૂર્વાનુમાનના લિસ્ટમાં PoKને જોડીને પાકિસ્તાને કર્યો ઇશારો

ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગે પાકિસ્તાનને ઝટકો આપવા માટે મોટો નિર્ણય લીધો

  • Share this:
નવી દિલ્હી : ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગે (India Meteorological Department)પાકિસ્તાનને ઝટકો આપવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે મૌસમ પૂર્વાનુમાનની લિસ્ટમાં જમ્મુ કાશ્મીરના બાકીના ભાગને પણ અલગથી બતાવવામાં આવશે. આ વિસ્તાર લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ છે. મુઝફ્ફરાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)નો ભાગ છે. જ્યારે ગિલગિત-બાલ્ટિસ્તાનના વિસ્તાર પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે.

ફેરફારથી પાકિસ્તાનને ઇશારો
દિલ્હીના મૌસમ વિભાગ તરફથી જાહેર કરેલ ઉત્તર પશ્ચિમી ભારત માટે મોસમ પૂર્વાનુમાનના લિસ્ટમાં મંગળવારે નામોમાં ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય મૌસમ વિભાગનું પગલું ફક્ત એ નથી બતાવતું કે લદ્દાખ હવે કેન્દ્રશાષિત પ્રદેશ બની ગયો છે પણ પાકિસ્તાનને પણ આડકતરો ઇશારો છે.

આ પણ વાંચો - ક્રિકેટ જગત માટે ખુશખબરી, નવા નિયમો સાથે મે મહિનાના અંતમાં શરુ થશે ટ્રેનિંગ!

પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે હાલમાં પોતાના આદેશમાં કહ્યું હતું કે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં હવે ચૂંટણી કરાવી શકાય છે. પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનને બતાવી દીધું છે કે ગિલગિત-બાલ્ટિસ્તાન સહિત આખું જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાને પોતાના ગેરકાયદેસર કબજામાંથી આ ક્ષેત્રોને તરત મુક્ત કરી દેવા જોઈએ.
First published: May 7, 2020, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading