નવી દિલ્હી : મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદની અછત પછી 29 ઓગસ્ટે ફરી રાહતના સમાચાર આવ્યા છે. 29 ઓગસ્ટથી વરસાદના સંજોગો બન્યા (weather monsoon update)છે. આ જાણકારી ભારત મોસમ વિજ્ઞાન વિભાગે (IMD Weather Update)આપી છે. દક્ષિણ પ્રાયદ્વીપમાં 30 ઓગસ્ટ સુધી વરસાદ સારો પડશે. આ પછી ઓછો થવાની સંભાવના છે. આગામી ચારથી પાંચ દિવસો સુધી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી લાગતા ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનશે. મોસમ વિભાગે કહ્યું કે ઉત્તરાખંડના કેટલાક સ્થાનો પર આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક સ્થાનો પર આગામી પાંચ દિવસો સુધી સારો વરસાદ (rains in central west india)થવાની સંભાવના છે.
મોસમ વિભાગે કહ્યું કે 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં, 28થી 30 ઓગસ્ટ દરમિયાન છત્તીસગઢમાં, 29થી 30 ઓગસ્ટ દરમિયાન મધ્ય પ્રદેશમાં અને પૂર્વી રાજસ્થાનમાં 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 30 ઓગસ્ટે વિદર્ભ અને મરાઠાવાડામાં, 29 અને 30 ઓગસ્ટે તેલંગાણામાં, 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર કોંકણ અને ગુજરાત જ્યારે 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનો અંદાજ છે.
બીજી તરફ રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Rain Forecast by Ambalal Patel) ખૂબ સારા સમાચાર લઈ આવ્યા છે. અંબાલાલ પટેલના મતે સપ્ટેમ્બરમાં એક અઠવાડિયું સારો વરસાદ (Heavy Rain Forecast in Gujarat) પડી શકે છે. આમ પણ લોકોના મોઢે હાલ એક જ વાત છે કો જો ભાદરવો ભરપૂર ન થાય તો આ વખતે ખેડૂતોને અને આમ જનતાને રોવાનો વારો આવે તેવી સ્થિતિ છે.
અંબાલાલ પટેલના મતે આવતીકાલ સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ જશે અને 30-31 ઓગસ્ટના રોજ રાજ્યમાં છૂટ્ટો છવાયો વરસાદ ડોવા મળશે. જોકે, 3-10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સમાચાર ખેડૂતો માટે મોટી રાહત લઈ આવશે. આ સાત દિવસ દરમિયાન રાજ્યમાં જો નોંધપાત્ર વરસાદ ન વરસે તો ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર