Home /News /national-international /Monsoon 2022: દેશમાં ચોમાસાની એન્ટ્રી, કેરળમાં સમયથી 3 દિવસ પહેલા દીધી દસ્તક, મોસમ વિભાગે આપી અપડેટ

Monsoon 2022: દેશમાં ચોમાસાની એન્ટ્રી, કેરળમાં સમયથી 3 દિવસ પહેલા દીધી દસ્તક, મોસમ વિભાગે આપી અપડેટ

મોસમ વિભાગના (imd)મતે દક્ષિણી-પશ્ચિમી મોનસૂને (monsoon)દેશમાં દસ્તક આપી દીધી છે (પ્રતિકાત્મક તસવીર)

Monsoon Reaches Kerala - સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમી મોનસૂન 1 જૂને દેશમાં આવે છે જોકે આ વખતે 29 મે ના રોજ દસ્તક દીધી છે

નવી દિલ્હી : મોનસૂનની (south west monsoon)રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. મોસમ વિભાગના (imd)મતે દક્ષિણી-પશ્ચિમી મોનસૂને (monsoon)દેશમાં દસ્તક આપી દીધી છે. રવિવારે મોસમ વિભાગે તેની પૃષ્ટી કરી છે. મોસમ વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું કે સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમી મોનસૂન 1 જૂને દેશમાં આવે છે જોકે આ વખતે 29 મે ના રોજ દસ્તક દીધી છે. આ પ્રકારે ચોમાસું ત્રણ દિવસ પહેલા કેરળમાં (kerala)પહોંચ્યું છે. આઈએમડીએ એક પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત અસાનીના આધારે પૂર્વાનુમાન હતું કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ મોસમ 27 મે ના રોજ કેરળ તટથી ટકરાઇ શકે છે.

ખેડૂતોથી લઇને સરકાર બધા મોનસૂનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. કારણ કે દેશની લગભગ 65 ટકા ખેતી વરસાદ આધારિત છે. જ્યાં સિંચાઇની વ્યવસ્થા છે ત્યાં પણ વરસાદની જરૂરિયાત છે. પુરતા પ્રમાણમાં વરસાદ ન થવાથી નદીઓ, તળાવોમાં પાણીની અછત રહે છે. આ વખતે મોનસૂનની એટલા માટે પણ આતુરતાથી રાહ જોવા રહી છે કારણ કે પ્રી-મોનસૂન વરસાદ અંદાજથી ઓછો થયો છે.

આ પણ વાંચો - ‘મન કી બાત’ માં પીએમ મોદીએ ચારધામની યાત્રા દરમિયાન ગંદકી ના ફેલાવવાની અપીલ કરી

દેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં 66 ટકા ઓછો વરસાદ થયો છે. મધ્ય ભારતમાં આ આંકડો 39 ટકા રહ્યો. આ વખતે ગરમીએ પણ સમય પહેલા પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડવાનું શરુ કર્યું હતું. જેના કારણે માર્ચથી જ લૂ ની શરૂઆત થઇ ગઇ હતી. માર્ચમાં આ વખતે એટલી ગરમી પડી કે 122 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આટલી ગરમીના કારણે પાક ઉપર પણ ખરાબ અસર પડી છે.

આ પણ વાંચો - તારા એરના વિમાનનો સંપર્ક તૂટ્યો, 4 ભારતીયો સહિત 22 લોકો છે સવાર

2018 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે દેશમાં મોનસૂને 29 મે રોજ દસ્તક દીધી છે. 2021માં મોનસૂનની એન્ટ્રી 3 જૂનના રોજ થઇ હતી. આ પહેલા 2019માં તો મોનસૂન 8 જૂનના રોજ આવ્યું હતું. 2022માં મોનસૂન તેના યોગ્ય સમયે 1 જૂનના રોજ આવ્યું હતું. ગત મહિને આઈએમડીએ પોતાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ-પશ્ચિમી મોનસૂન સામાન્ય રહેવાની આશા છે. તેમના મતે મોનસૂન આ વખતે 99 ટકા રહી શકે છે. જે સામાન્ય છે.
First published:

Tags: Monsoon 2022, Monsoon forecast, Monsoon News