Big News: હવામાન વિભાગની આગાહી, સમયથી વહેલું આવી જશે ચોમાસુ, જાણો - તમારા રાજ્યમાં ક્યારે થશે વરસાદ?

News18 Gujarati
Updated: May 13, 2020, 6:02 PM IST
Big News: હવામાન વિભાગની આગાહી, સમયથી વહેલું આવી જશે ચોમાસુ, જાણો - તમારા રાજ્યમાં ક્યારે થશે વરસાદ?
16મેના રોજ સાંજ સુધીમાં તે દક્ષિણ-પશ્ચિમ અને તેનાથી નજીક પશ્ચિમ-મધ્ય ખાડી પર એચ ચક્રવાતી તોફાન આવી શકે છે.

16મેના રોજ સાંજ સુધીમાં તે દક્ષિણ-પશ્ચિમ અને તેનાથી નજીક પશ્ચિમ-મધ્ય ખાડી પર એચ ચક્રવાતી તોફાન આવી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : હવામાન વિભાગે ચોમાસાને લઈ આજે મોટી જાહેરાત કરતા કહ્યું કે, અંડમાન સાગર અને અંડમાન અને નિકોબાર આઈલેન્ડ પર ચોમાસુ આ વખતે વહેલું આવવાનું છે. હવામાન વિભાગ અનુસાર, 16 આસપાસ ચોમાસુ Andaman Sea, Andaman Nicobar પહોંચી જશે. ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)ની ભવિષ્યવાણી અનુસાર, ચોમાસું 15મેના રોજ બંગાળની દક્ષિણ ખાડીના મધ્યભાગમાં છલાંગ લગાવી શ્રીલંકામાં દસ્તક દેશે. 16મેના રોજ સાંજ સુધીમાં તે દક્ષિણ-પશ્ચિમ અને તેનાથી નજીક પશ્ચિમ-મધ્ય ખાડી પર એચ ચક્રવાતી તોફાન આવી શકે છે.

જાણો - તમારા રાજ્યમાં ક્યારે પહોંચી શકે છે ચોમાસુ?

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં, ચોમાસું હાલની સામાન્ય તારીખોની તુલનામાં 3 દિવસ મોડુ આવશે. રાષ્ટ્રીય રાજધાની માટે, ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 23 જૂનથી 27 જૂન સુધી સંશોધિત કરવામાં આવી છે. આજ પ્રકારે મુંબઈ અને કોલકત્તા માટે 10થી 11 જૂન સુધી અને ચેન્નાઈમાં 1થી 4 જૂન સુધીની તારીખો સંશોધિત કરવામાં આવી છે.

ચક્રવાત ચેતાવણી વિભાગે કહ્યું કે, પ્રણાલી નિરંતર દેખરેખમાં છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિત રૂપથી સૂચિત કરવામાં આવી રહી છે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહામાત્રાએકહ્યું કે, ચક્રવાત ચોમાસાની પ્રગતિમાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે.

કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી થઈ શકે છે. ત્યારબાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વખતે દેશમાં ચાર મહિના સુધી વરસાદ એટલે કે ચોમાસાની સિઝન રહેશે. આ વર્ષે IMDએ 1960-2019ના આંકડાના આધારે દેશના કેટલાક ભાગમાં ચોમાસાની શરૂઆત અને વાપસીની તારીખોને પણ સંશોધીત કરી છે. ગત તારીખો 1901થી 1940ના આંકડા પર આધારિત હતી.

બદલાઈ ગયો છે ચોમાસાનો મિજાઝતમને જણાવી દઈએ કે, કેટલાક વર્ષથી ચોમાસાના આગમન અને સમાપનનો સમય બદલાઈ ગયો છે. આમાં લગભગ એક અઠવાડીયાનું અંતર જોવા મળી રહ્યું છે. વિશેષ રૂપથી મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં 3થી 7 દિવસ મોડુ આ વર્ષે ચોમાસાનું આગમન થશે. બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહેલા આગમન અને મોડું સમાપનની તારીખ નક્કી કરવામાં આવી છે.
First published: May 13, 2020, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading